Surat : કીમ નદી બે કાંઠે, 20 ફૂટ ઊંચો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ
- Surat માં વરસાદને પગલે કીમ નદી બે કાંઠે થઈ
- મોટા બોરસરા ગામે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબ્યો
- સુરતનાં જુદા-જુદા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો
- અઠવા, અડાજણ, રાંદેર, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ થયો
Surat : સુરતમાં ધોધમાર વરસાદને પગલે કીમ નદી (Kim River) બે કાંઠે થઈ છે. મોટા બોરસરા ગામે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. કીમ નદીથી 20 ફૂટની ઊંચાઈ પર બ્રિજ બાંધવામાં આવ્યો છે પરંતુ, અવિરત ધોધમાર વરસાદ ખાબકતા પુલ વરસાદી પાણીમાં ડૂબ્યો છે. બીજી તરફ કીમ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો - Gujarat Weather : આગામી દિવસોમાં ફરી ધબધબાટી બોલાવશે વરસાદ! જાણો આગાહી
મોટા બોરસરા ગામે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબ્યો
સુરત જિલ્લાનાં (Surat) માંગરોળ તાલુકાનાં મોટા બોરસરા ગામે (Mota Borsara Village) મુશળધાર વરસાદ થતાં કીમ નદી બે કાંઠે થઈ છે. જ્યારે કીમ નદીથી 20 ફૂટ ઉપર બાંધેલો હાઈ બેરલ બ્રિજ (High Barrel Bridge) પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. કીમ નદી બે કાંઠે થતા સ્થાનિક લોકો પાણી જોવા માટે નદી કાંઠે પહોંચ્યા હતા. જો કે, બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં ગ્રામજનોને ભારે હાલાકી પણ વેઠવી પડી રહી છે.
આ પણ વાંચો - Mahisagar : ધોધમાં તણાતા મૂળ રાજસ્થાનનાં 2 યુવકના મોત, ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ તેજ
અઠવા, અડાજણ, રાંદેર, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ થયો
બીજી તરફ ઉપરવાસમાં સતત વરસાદને પગલે કીમ નદીમાં પાણીની ફૂલ આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે, ઠેર ઠેર પાણી ભરાઈ જતાં ગ્રામજનોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે, આજે સુરતનાં જુદા-જુદા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. અઠવા, અડાજણ, રાંદેર, ઉધના સહિતનાં વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને બફારાથી થોડી રાહત મળી છે.
આ પણ વાંચો - Jamnagar : નિવૃત્ત શિક્ષકોને બદલે TET-TAT પાસ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો : દિગ્વિજયસિંહ