Surat : ગોવિંદ ધોળકિયાનાં નિવેદન સામે લેબગ્રોન ડાયમંડ એસો. ની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
- ગોવિંદ ધોળકિયાનાં નિવેદન સામે લેબગ્રોન ડાયમંડ એસો.ની પ્રતિક્રિયા (Surat)
- ગોવિંદ ધોળકિયાનો કહેવાનો ભાવાર્થ અલગ હોઈ શકે : ડાયમંડ એસો.
- સુરતમાં 80 ટકા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે: ડાયમંડ એસો.
- આ ઇન્ડસ્ટ્રીનાં કારણે મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે છે: ડાયમંડ એસો.
સુરતમાં (Surat) છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. આ મંદી વચ્ચે લેબગ્રોન ડાયમંડને (Lab-Grown Diamond) લઈ જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું નિવેદન સામે આવતા હવે લેબગ્રોન ડાયમંડ એસોસિએશને પ્રતિક્રિયા આપી છે. એસો. એ કહ્યું કે, ગોવિંદ ધોળકિયાનો (Govind Dholakia) કહેવાનો ભાવાર્થ અલગ હોઈ શકે. પરંતુ, સુરતમાં 80 ટકા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે અને આ ઇન્ડસ્ટ્રીનાં કારણે મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી રહી છે.
આ પણ વાંચો - Rajkot : ગોંડલ હાઇવે પર મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, એકનું મોત
લેબગ્રોન ડાયમંડનાં કારણે હીરા ઉદ્યોગમાં મંદી : ગોવિંદ ધોળકિયા
સુરતમાં (Surat) હીરા ઉદ્યોગ હાલ ભારે મંદીનો સામનો કરી રહ્યો છે. આ મંદીનાં કારણે કેટલીક હીરા ફેક્ટરીઓ બંધ થઈ છે, જ્યારે કેટલીક બંધ થવાનાં આરે છે. ઉપરાંત, લાખોની સંખ્યામાં રત્નકલાકારોએ નોકરીઓ ગુમાવી છે અને બેરોજગાર થયા છે. આ મંદી વચ્ચે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું (Govind Dholakia) ચોંકાવનારું નિવેદન સામે આવ્યું હતું. તેમણે મંદી પાછળ લેબગ્રોન ડાયમંડ કારણ હોવાનું જણાવ્યું હતું. જુનાગઢ (Junagadh) ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. દિગ્ગજ હીરા ઉદ્યોગપતિનાં ગોવિંદ ધોળકિયાનાં આ નિવેદન પર ગલે લેબગ્રોન ડાયમંડ એસોસિએશને પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો - Rajkot : સૌરાષ્ટ્ર BJP માં વધુ એક લેટરબોમ્બ! હવે આ જાણીતા નેતા સામે થયાં ગંભીર આરોપ
સુરતમાં 80 ટકા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે : ડાયમંડ એસો.
લેબગ્રોન ડાયમંડ એસોસિએશનનાં (Lab-Grown Diamond Association) હોદ્દેદારોએ કહ્યું કે, ગોવિંદ ધોળકિયા એક પ્રતિષ્ઠિત હીરા વેપારી છે. ગોવિંદ ધોળકીયાનો કહેવાનો ભાવાર્થ અલગ હોઈ શકે. હોદ્દેદારોએ કહ્યું કે, સુરતમાં 80 ટકા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી (Surat Diamond Industry) છે. આ ઇન્ડસ્ટ્રીનાં કારણે લોકોને મોટી રોજગારી મળે છે. કેરેટમાં હોય શકે પરંતુ ટનમાં વેચાય તે વાત યોગ્ય નથી. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા દેશો વચ્ચેનાં યુદ્ધ મંદીનું મૂળ કારણ છે.
આ પણ વાંચો - Amreli : ભાવનગર-સોમનાથ NH પર ગમખ્વાર અકસ્માત, કોસ્ટગાર્ડ જવાનનું મોત


