ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : હજીરામાં ડમ્પર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 1 વ્યક્તિનું મોત

ઇજાગ્રસ્તોને 8 જેટલી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
11:16 AM Feb 06, 2025 IST | Vipul Sen
ઇજાગ્રસ્તોને 8 જેટલી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Surat_Gujarat_first 4
  1. Surat નાં હજીરા વિસ્તારમાં ગોઝારા અકસ્માતની ઘટના બની
  2. ડમ્પર અને AMNS બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
  3. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, 25થી વધુ ઇજાગ્રસ્ત થયા
  4. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

સુરતનાં (Surat) હજીરામાં અકસ્માતની ગોઝારી ઘટના બની છે. ડમ્પર અને AMNS બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે બસમાં સવાર 50 પૈકી 25 વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને 8 જેટલી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ સ્થળે પહોંચી છે.

આ પણ વાંચો - Ahmedabad : USA થી ડિપોર્ટ 33 ગુજરાતી વતન લઈ જવાયા, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરે તેવી વકી

હજીરામાં ડમ્પર અને AMNS બસ વચ્ચે અકસ્માત

સુરતનાં (Surat) હજીરામાં આજે સવારે ડમ્પર અને AMNS બસ વચ્ચે અકસ્માતની ઘટના બની છે. ડમ્પર અને બસ એકબીજા સાથે અથડાતા પલટી મારી ગયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાઓનાં કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે બસમાં સવાર 50 પૈકી 25 થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી. સ્થાનિકોએ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો - Surat : બાળકને શોધવા ફાયરનાં 60 થી વધુ જવાનોનો છેલ્લા 14 કલાકથી સંઘર્ષ

1 વ્યક્તિનું મોત, 25 થી વધુ ઇજાગ્રસ્ત થયાં

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. 8 જેટલી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે લોકોને દૂર કરી ટ્રાફિક ખુલ્લું કરાયું હતું. મૃતદેહને પીએમ અર્થે મોકલીનેપોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : જસદણ નગરપાલિકા ચૂંટણીમાં AAP ને ઝટકો! મહિલા ઉમેદવારે છેડો ફાડી BJP ને આપ્યો ટેકો

Tags :
GUJARAT FIRST NEWSHaziraRaod AccidentSurat
Next Article