Surat : અમરોલીમાં નેઇલ પોલિશનાં કારખાનામાં લાગી ભીષણ આગ, વોચમેનનું મોત
- Surat અમરોલીમાં આગ લાગતા એકનું મોત
- ન્યૂ કોસાડ રોડ પરની બિલ્ડિંગમાં આગ લાગી
- બીજા માળે નેઇલ પોલિશનાં કારખાનામાં આગ લાગી
- આગમાં બેભાન અવસ્થામાં વોચમેન મળી આવ્યો
- હોસ્પિટલના તબીબોએ વોચમેનનો મૃત જાહેર કર્યો
Surat : સુરતનાં અમરોલી વિસ્તારમાં (Amroli) ન્યૂ કોસાડ રોડ પરની બિલ્ડિંગમાં અચાનક ભયાવહ આગ ભભૂકી ઊઠી હતી. બિલ્ડિંગનાં બીજા માળે ચાલતા નેઇલ પોલિશનાં કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાયો હતો. કાર્યવાહી દરમિયાન એક વોચમેન બેભાન અવસ્થામાં મળી આવતા તેનું રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ, તબીબોએ વોચમેનને મૃત જાહેર કર્યો હતો. ફાયર વિભાગની ટીમે 6 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. આ મામલે સ્થાનિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Dwarka : એવું તો શું થયું કે વાડીનાર મરીન પોલીસ સ્ટેશનનો ક્ષત્રિય સમાજના યુવાનોએ ઘેરાવ કર્યો?
Surat માં નેઇલ પોલિશનાં કારખાનામાં ભીષણ આગ લાગી
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) અમરોલી વિસ્તારમાં ન્યૂ કોસાડ રોડ (New Kosad Road) પર આવેલી એક બિલ્ડિંગનાં બીજા માળે ચાલતા નેઇલ પોલિશનાં કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધૂમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. કારખાનામાં કેમિકલયુક્ત નેઇલ પોલિશ (Nail Polish Factory) બનાવવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી છે. આ દુર્ઘટનામાં કારખાનાનાં વોચમેનનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો - Vadodara : શ્રીજીની આગમનયાત્રામાં ઈંડુ ફેંકનાર ગેંગના વધુ ત્રણ સાગરીતો રાજસ્થાનથી ઝડપાયા
કારખાનાનાં વોચમેનનું મોત નીપજ્યું, આગ પાછળનું કારણ અકબંધ
નેઇલ પોલીસના કારખાનામાં આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન, કારખાનાનાં વોચમેન જેમીશ વીરડિયા બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. વોચમેનના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવો અથવા દાઝી જવાને કારણે મૃત્યુ થયું હોવાનું અનુમાન છે. કારખાનામાં આગ કેવી રીતે લાગી તે પાછળનું સાચું કારણ હાલ અકબંધ છે પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર, કારખાનમાં કાંચની નાની બોટલમાં નેઇલ પોલિશ ભરવામાં આવે છે. આ નેઇલ પોલિસ કેમિકલવાળી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયરની ટીમે 6 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. આ મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Amit Shah in Gujarat : દેશમાં આજે ગુજરાત કાયદો-વ્યવસ્થા, રાષ્ટ્ર સુરક્ષામાં નંબર વન પર : અમિત શાહ


