Surat Mill Fire : પલસાણામાં કાપડ મિલમાં ડ્રમ ફાટતા વિકરાળ આગ ભભૂકી ઊઠી, 2 કામદાર લાપતા
- સુરતના પલસાણાની જોળવા મિલમાં ડ્રમ ફાટતા લાગી આગ (Surat Mill Fire)
- સંતોષ ટેક્સટાઇલ મિલમાં આગ ભભૂકતા અફરાતફરી
- દુર્ઘટનામાં બે લોકો લાપતા હોવાનું જિલ્લા પોલીસ વડાનું નિવેદન
- મિલમાં આગની ઘટનામાં 20 થી 22 જેટલા લોકો ઇજાગ્રસ્ત
- 15 ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
Surat Mill Fire : સુરતનાં પલસાણા વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટી છે. જોળવા ગામમાં આવેલ કાપડની મિલમાં અચાનક ડ્રમ ફાટતા ભીષણ આગ લાગી છે. સંતોષ ટેક્સટાઇલ મિલમાં (Santosh Textile Mill Fire) આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મિલમાં આગની ઘટનામાં હાલ બે લોકો લાપતા હોવાની માહિતી છે. જ્યારે 20 થી 22 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે જે પૈકી 15 ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અન્ય 7 લોકોને સુરત ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. 10 થી વધારે ફાયરની ટીમ સંતોષ ટેક્સટાઇલ મિલ ખાતે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો - Chaitar Vasava : 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા થશે મુક્ત
Surat Mill Fire : સંતોષ ટેક્સટાઇલ મિલમાં આગ ભભૂકતા અફરાતફરી
પ્રાથમિક માહિતી અનુસાર, સુરતનાં પલસાણા વિસ્તારમાં (Palsana) આવેલ સંતોષ ટેક્સટાઇલ મિલમાં અચાનક જવલનશીલ પદાર્થ ભરેલ ડ્રમ ફાટી જતા વિકરાળ આગ લાગી હતી. આગને પગલે મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગનાં બનાવની જાણ થતાં 10 થી વધુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સતત પાણીનો મારા ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, આ દુર્ઘટનામાં હાલ 2 લોકો લાપતા છે. જ્યારે 20-22 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. ઇજાગ્રસ્તો પૈકી 15 લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 8 ઇજાગ્રસ્તોને સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Bachu Khabad : સરકારી કાર્યક્રમો બાદ હવે વિધાનસભાનાં ચોમાસું સત્રથી પણ રખાશે દૂર!
મિલમાં આગની ઘટનામાં 20 થી 22 જેટલા લોકો ઇજાગ્રસ્ત
અહેવાલ મુજબ, મિલમાં અનેક કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ડ્રમ ફાટ્યું હતું, જેનાં કારણે અફરાતફરીનો માહોલ સર્જયો હતો. ઘટનાને પગલે ફાયર તેમ જ 108 અને કડોદરા અને પલસાણા પોલીસની (Palsana Police) ટીમો ત્યાં પહોંચી હતી અને મિલનાં પતરાંઓનો તોડીને કામદારોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી. મિલમાં હજું પણ કામદારો ફસાયા હોવાની માહિતી છે. હાલ, પણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે.
આ પણ વાંચો - Seventh Day School : AMC ની તપાસમાં મોટો ઘટસ્ફોટ, લીઝ કરારનો થયો ભંગ!


