Surat : 100 થી વધુ નકલી પ્રોડક્ટ બને છે સુરતમાં, ડુપ્લિકેટનું હબ બની રહ્યું છે રંગીલું શહેર
- ડુપ્લિકેટનું હબ બની રહ્યું છે રંગીલું શહેર સુરત (Duplicate products in Surat)
- 100 થી વધુ Duplicate products બને છે સુરતમાં
- કોની રહેમનજર તળે વિકસ્યો નકલી કારોબાર
Surat : ગુજરાતમાં આજકાલ નકલીની બોલબાલા વધી રહી છે. રોજેરોજ સમાચારમાં નકલી ચીજ-વસ્તુઓ, નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ ઝડપાઈ રહી છે. ગુજરાતમાં સૌથી વધુ નકલી ચીજ વસ્તુઓ (Duplicate Products) નું ઉત્પાદન સુરત શહેરમાં થતું હોવાના અહેવાલ છે. અંદાજિત 100 થી વધુ નકલી પ્રોડક્ટ સુરતમાં બની રહી છે. સુરતના અનેક ઔદ્યોગિક વિસ્તારમાં નકલી ચીજ-વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ ધમધમી રહી છ. જો કે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, કોઈ આકાની રહેમનજર અને મહેરબાની સિવાય સુરતમાં આટલી બધી નકલી ચીજ-વસ્તુઓનું ઉત્પાદન શક્ય નથી.
100 થી વધુ નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન-Duplicate products in Surat
આપણા રાજ્ય ગુજરાતમાં નકલી ચીજ વસ્તુઓ (Duplicate Products) નું ઉત્પાદન અને તેનું વેચાણ કોઈ નવી વાત નથી. આ ગેરકાયદેસર કામ બેરોકટોક થઈ રહ્યું છે. ગુજરાતમાં નકલી ચીજ વસ્તુઓ ઉપરાંત નકલી અધિકારીઓ અને નકલી કચેરીઓ સુધી પકડાવાના સમાચાર છાશવારે સામે આવે છે. ગુજરાતમાં નકલી ચીજ વસ્તુઓની વાત કરવામાં આવે તો સુરતમાં સૌથી વધુ નકલી ચીજ વસ્તુઓની પ્રોડક્શન થાય છે. જેમાં નકલી ઘી, નકલી મસાલા, નકલી ગુટખા-તમાકુ, નકલી શેમ્પૂ, નકલી એન્જિન ઓઈલ જેવી જીવનજરુરિયાતની ચીજ વસ્તુઓનું બેરોકટોક ઉત્પાદન કરવામાં આવે છે. આ ચીજ વસ્તુઓ તો ઠીક સુરતમાં તો આખી ફેક્ટરી જ નકલી ઝડપાઈ હતી.
Duplicate products in Surat Gujarat First-08-08-2025--
આ પણ વાંચોઃ બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યા! એક સામાન્ય પાર્કિગની બાબત બની કારણ
કોની રહેમનજર તળે થઈ રહ્યો છે નકલી કારોબાર ?
સુરતમાં અંદાજિત 100 થી વધુ નકલી પ્રોડક્ટ સુરતમાં બની રહી છે. સુરતના અનેક ઔદ્યોગિક વિસ્તારમાં નકલી ચીજ-વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ ધમધમી રહી છ. જો કે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, કોઈ આકાની રહેમનજર અને મહેરબાની સિવાય સુરતમાં આટલી બધી નકલી ચીજ-વસ્તુઓનું ઉત્પાદન શક્ય નથી. રાજકીય નેતાઓ પણ સુરતમાં વધી રહેલા નકલીના કારોબારથી અજાણ નથી. લોકોમાં એવા સવાલો ચર્ચાઈ રહ્યાછે કે, શું છેક નીચેથી ઉપર સુધી મોટાપાયે નકલીનું સેટિંગ ચાલે છે ? કોની રહેમનજર હેઠળ ચાલે છે બેરોકટોક નકલીનો કારોબાર ?
Duplicate products in Surat Gujarat First-08-08-2025-
આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 8 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?


