Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat News: સસરાએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દારૂ પાર્ટી કરતી વહુને પકડાવી

વહુની દારૂ પાર્ટીના રંગમાં સસરાએ ભંગ પડાવ્યો
surat news  સસરાએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દારૂ પાર્ટી કરતી વહુને પકડાવી
Advertisement
  • એક મહિલાની ઉંમર 24 વર્ષ અને બીજી મહિલા 25 વર્ષની
  • બન્ને પાસે દારૂ પીવા માટેની કોઈ પાસ-પરમિટ નહોતી
  • એકના સસરાએ પોલીસને દારૂ પાર્ટીની કરી હતી જાણ

Surat News: શું તમે કલ્પના કરી શકો છો કે દારૂની મહેફિલથી કંટાળીને કોઈ સસરા પોતાના જ પુત્રવધૂની પાર્ટી પર પોલીસ રેડ પડાવે? સુરતમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સસરાએ પોલીસ (Police) સ્ટેશનમાં ફોન કરી દારૂ પાર્ટી (Drinking party) કરતી વહુને પકડાવી. જેમાં પોલીસને ફોન કરી કહ્યું કે સાહેબ, મારી પુત્રવધૂ હોટલમાં દારૂ પાર્ટી કરી રહી છે. વહુની દારૂ પાર્ટીથી કંટાળી સસરાએ જ રેડ પડાવી છે.

હોટલમાંથી 2 યુવતી 4 યુવક સાથે દારૂ પીતા પકડાઈ

હોટલમાંથી 2 યુવતી 4 યુવક સાથે દારૂ પીતા ( Drinking party) પકડાઈ છે. જેમાં સુરત (Surat) ની હોટલમાં ચાલતી દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. વહુની દારૂ પાર્ટીના રંગમાં સસરાએ ભંગ પડાવ્યો છે. જેમાં 2 આર્ટિસ્ટ યુવતી પકડાઈ, એકના સસરાએ જ ફરિયાદ કરી છે. ત્યારે હોટલ મેનેજરે જણાવ્યું છે કે રૂમ અલગ માલિકીનો, ખોટા IDનો ઉપયોગ થયો છે. હોટલ 'વિકેન્ડ એડ્રેસ'ના રૂમ નંબર 443માં દારૂ પાર્ટી કરવામાં આવી છે. ત્યારે હોટલના રૂમ નંબર 443માં દારૂની મહેફિલ જામી હતી. ત્યારે પોલીસે ધરપકડ કરી છે. પોલીસને રેડ દરમિયાન હોટલના રૂમમાંથી 2 યુવતી અને ચાર યુવક નશાની હાલતમાં મળી આવ્યા હતા.

Advertisement

Advertisement

વ્હિસ્કીની બોટલ, પાણી, સોડા સહિત બાઈટિંગનો સામાન મળી આવ્યો

પોલીસ પકડેલા લોકોમાં મિત વ્યાસ, સંકલ્પ પટેલ, શ્લોક દેસાઈ અને સમકિત વિમાવાલાનો સમાવેશ થાય છે. ત્યાંથી વ્હિસ્કીની બોટલ, પાણી, સોડા સહિત બાઈટિંગનો સામાન મળી આવ્યો હતો. જો કે, તમામ આરોપીઓને પોલીસે ટેબલ જામીન આપી મુક્ત કરી દીધા હતા. આ દારૂ પાર્ટીમાં 2 મહિલાઓ પણ સામેલ હતી, જે બંને આર્ટિસ્ટ હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવતા એક મહિલાની ઉંમર 24 વર્ષ અને બીજીની 25 વર્ષ હતી. તેમની પાસે દારૂ પીવા માટેની કોઈ પાસ-પરમિટ નહોતી. આશ્ચર્યની વાત એ છે કે, આ બે મહિલાઓમાંથી એક એ જ હતી જેના સસરાએ પોલીસને ફોન કરીને આ પાર્ટીની જાણ કરી હતી.

દારૂ પાર્ટી ચાલતી હોવા છતાં હોટલના સ્ટાફને ગંધ સુદ્ધા ના આવી

મહત્વની વાત છે કે, હોટલના રૂમ નંબર 443માં દારૂ પાર્ટી ચાલતી હોવા છતાં હોટલના સ્ટાફને ગંધ સુદ્ધા ના આવી. આ વિશે હોટલના માલિકને પૂછવામાં આવ્યું તો, રૂમ નંબર 443 નીલમ પ્રમોદ કેશાનના નામે હોવાનું કહી હોટલ માલિકે તો હાથ ખંખેરી દીધા છે. બીજી તરફ આ કેસમાં જાહેરનામ ભંગ બદલ ગુનો દાખલ કરવાની વાત પોલીસે કરી છે. જેથી, પોલીસની કાર્યવાહી સામે પણ ક્યાંકને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બધાની સાથે જે લોકો હોટલમાં પાર્ટી કરવા આવ્યા હતા. એ નબીરાઓ દારૂની બોટલ ક્યાંથી લાવ્યા કે પછી તેમના રૂમ સુધી બોટલ પહોંચાડવામાં આવી એ બાબતે તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: WWE અને AEW વચ્ચે નવો વિવાદ સર્જાયો, ટોની ખાને ગંભીર આરોપ લગાવ્યા

Tags :
Advertisement

.

×