Surat : ઉધનાનાં 1500 કરોડનાં સાઇબર ફ્રોડ કેસમાં પોલીસને મોટી સફળતા, વધુ 8 આરોપીની ધરપકડ
- સુરત ઉધનાનાં 1500 કરોડનાં સાઇબર ફ્રોડમાં મોટી સફળતા (Surat)
- RBL બેંકનાં મેનેજર સહિત 8 અધિકારી-કર્મચારીની ધરપકડ
- RBL બેંકનાં એરિયા હેડ અમિત ગુપ્તા સહિત 8 ની ધરપકડ
- આરોપીઓએ ખોલ્યા હતા કરંટ અને સેવિંગ્સ એકાઉન્ટ
Surat : સુરતનાં ઉધના વિસ્તારમાં રૂપિયા 1500 કરોડનાં આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસને (Udhna Police) મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસે RBL બેંકનાં મેનેજર સહિત 8 અધિકારી-કર્મચારીની ધરપકડ કરી છે. મોનિટરી બેનિફિટ લઈ આરોપીઓ દ્વારા કરંટ અને સેવિંગ્સ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓને 50 હજારથી 2 લાખ સુધીનું કમિશન મળતું હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ, આ મામલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ કેસમાં (1500 crore Cyber Fraud Case) અત્યાર સુધીમાં 12 આરોપીઓ ઝડપાયા છે.
આ પણ વાંચો - Sabarkantha : હિંમતનગરનાં બગીચા વિસ્તારમાંથી કિંમતી દાગીના ચોરનાર અમદાવાદનો શખ્સ પકડયો
મસમોટા 1500 કરોડનાં સાઇબર ફ્રોડ કેસમાં વધુ 8 ની ધરપકડ
સુરતનાં (Surat) ઉધના વિસ્તારમાં રૂપિયા 1500 કરોડનાં આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસે વધુ 8 આરોપીઓની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, આ આરોપીઓમાં RBL બેંકનો મેનેજર, અધિકારીઓ-કર્મચારીઓ સામેલ છે. ઉઘના પોલીસે RBL બેન્કના એરિયા હેડ અમિત ગુપ્તા, SDM અરુણ બાલુભાઈ ઘોઘારી, નેન્સી ગોટી, નરેશ માણાની, કલ્પેશ કથીરિયા, અશોક ધાડિયા અને અનિલ જાનીનીની ધરપકડ કરાઈ છે. પોલીસ તપાસ અનુસાર, બેંક અધિકારીઓને આરોપીઓ જે સેટઅપ બનાવતા હતા તેની માહિતી હતી. બેંકનાં અધિકારીઓ-કર્મચારીઓ મોનિટરી બેનિફિટ લઈને કરંટ એકાઉન્ટ ખોલાવી આપતા હતા. કોઈ ક્વેરી આવે તો આરોપીઓને યોગ્ય માર્ગદર્શન પણ આપતા હતા.
આ પણ વાંચો - Gondal : માજી મંત્રી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
RBL બેંકના મેનેજર સહિત 8 અધિકારી-કર્મચારીની ધરપકડ
આરોપ છે કે આ માટે બેંક અધિકારી-કર્મચારીઓને 50 હજારથી 2 લાખ સુધીનું કમિશન પણ મળતું હતું. આ કેસમાં પ્રથમ 164 બેંક એકાઉન્ટ પોલીસને મળી આવ્યા હતા. આ એકાઉન્ટ સામે NCR પોર્ટલ પર દેશભરમાંથી 2500 જેટલી ફરિયાદો પણ મળી આવી છે. અત્યાર સુધીની તપાસમાં 1550 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. બેંક અધિકારીઓ અને અગાઉનાં આરોપીઓ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ પણ પોલીસને મળી આવી છે. હમણાં સુધીની તપાસમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ કેસના તાર અન્ય દેશો સાથે જોડાયેલ હોવાની પણ પ્રબળ શક્યતાઓ છે.
આ પણ વાંચો - Ambaji : સૌથી મોટા શક્તિપીઠ અંબાજી યાત્રાધામનાં વિકાસ માટે રૂ.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન


