Surat : રાજ્યની વધુ એક કોલેજમાં ધુણ્યું રેગિંગનું ભૂત!
- રાજ્યની વધુ એક કોલેજમાં ધુણ્યું રેગિંગનું ભૂત!
- સુરતની SVNIT કોલેજમાં રેગિંગ કરતો વીડિયો વાયરલ
- વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થી દ્વારા પટ્ટા મારતો વીડિયો વાયરલ
- સાથી મિત્રનું કહેવું ન માનતા વિદ્યાર્થીને સતત માર્યા પટ્ટા
- SVNIT વિદ્યાર્થી વેલફેરના ડીન સંજય પટેલનું ચોંકાવનારું નિવેદન
- આ કોઈ રેગિંગનો મામલો નથી:સંજય પટેલ
- વિધાર્થીઓ બર્થ ડે સેલિબ્રેશન કરી રહ્યા હતા:સંજય પટેલ
- વાયરલ વીડિયો વર્ષ 2024નો છે:સંજય પટેલ
- બંને વિધાર્થીઓ જોડે ટેલીફોનીક વાતચીત કરી:સંજય પટેલ
- આ અંગે નોટિસ પણ જારી કરવામાં આવશે:સંજય પટેલ
- બર્થ ડેમાં પટ્ટા મારવાનો રિવાજ હોવાનું વિદ્યાર્થીઓનું રટણ
Ragging in SVNIT, Surat : સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી SVNIT કોલેજમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી દ્વારા પટ્ટા વડે ફટકારી રેગિંગ કરવામાં આવતી હોવાના વાયરલ વીડિયોને લઇ વિવાદ સામે આવ્યો હતો. જોકે, રેગિંગની વાતને નકારતા કોલેજના સંચાલકોએ જણાવ્યું કે બર્થ ડે ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં પટ્ટા વડે રમત રમતમાં માર મારવો તે એક વિદ્યાર્થીઓમાં પ્રથા ચાલી આવી છે. પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે કોલેજ દ્વારા બંને વિદ્યાર્થીઓના નિવેદન નોંધી સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવશે.
વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થી દ્વારા મારવામાં આવ્યા પટ્ટા
સુરતની SVNIT કોલેજ વિવાદના ઘેરામાં આવી છે. અગાઉ આજ કોલેજમાં એક મારામારીનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં એક વિધાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તે વાયરલ વીડિયો બાદ એન્ટી રેગિંગ સ્કવોડની પણ રચના કરવામાં આવી હતી. પરંતુ ફરી આ કોલેજ આ પ્રકારના વિવાદોને લઈ ચર્ચામાં આવી છે. SVNIT કોલેજનો એક વીડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી પટ્ટા વડે ફટકારી રહ્યો છે. "રડ" અને બેસ એમ કહી વિદ્યાર્થીને એક બાદ એક પટ્ટાના કોરડા વરસાવવામાં આવે છે. આ ઘટનાના સમયે અન્ય વિદ્યાર્થીઓ પણ વીડિયોમાં જોવા મળે છે. જે વીડિયોમાં વિદ્યાર્થી પટ્ટાના મારનો ભોગ બનતા જોવા મળે છે.
બંને વિધાર્થીઓ જોડે ટેલીફોનીક વાતચીત કરી : સંજય પટેલ
સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો બાદ SVNIT કોલેજના વિદ્યાર્થી વેલ્ફેરના ડીન સંજય પટેલે જણાવ્યું છે કે ,આ વીડિયો અંગેની જાણ થતાં તપાસ કરાવવામાં આવી છે. જે વીડિયો વર્ષ 2024 નો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મારનો ભોગ બનેલ અને પટ્ટા વડે જે વિધાર્થીઓ માર મારી રહ્યા છે, તે બંને જોડે ટેલીફોનીક વાતચીત થઈ છે. જન્મ દિવસની ઉજવણી દરમિયાન રમત રમતમાં વિધાર્થીઓ વચ્ચે પટ્ટા મારવાની પ્રથા છે. તેમ વિધાર્થીઓનું કહેવું છે. પરંતુ તેમ છતાં આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. આવી ઘટના ફરી ન બને તે માટે નોટિસ પણ જારી કરવામાં આવી છે. આ સાથે આ પ્રકારનું કૃત્ય ફરી અન્ય કોઈ વિદ્યાર્થી ન કરે તે માટે એક સર્ક્યુલર પણ જારી કરવામાં આવશે. બંને વિધાર્થીઓના નિવેદન નોંધી નોટિસ આપવામાં આવશે. જો કે રેગિંગની ઘટનાની વાત ખોટી છે.
અહેવાલ - રાકેશ બ્રહ્મભટ્ટ
આ પણ વાંચો : Surat : GUJCTOC ના આરોપીના ઘરનું ડિમોલિશન! ગેરકાયદે ભાગ દૂર કરાયો


