Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે 'અમૃત ભારત ટ્રેન'ને આપી લીલી ઝંડી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની માગને ધ્યાનમાં રાખીને રેલમંત્રી અશ્વની વૈષ્ણવે જાહેરાત કરી હતી.
surat   રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે  અમૃત ભારત ટ્રેન ને આપી લીલી ઝંડી  કેન્દ્રીય મંત્રી cr પાટીલ પણ ઉપસ્થિત રહ્યા
Advertisement
  1. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ આજે Surat ની મુલાાકાતે
  2. અમૃત ભારત ટ્રેનને ઉધનાથી લીલી ઝંડી બતાવી
  3. ઉધનાથી બ્રહ્મપુર વચ્ચે ગુજરાતની પ્રથમ અમૃત ભારત ટ્રેન દોડશે
  4. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ રહ્યા ઉપસ્થિત

Surat : રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) આજે સુરતની મુલાકાતે આવ્યા છે. અહીં, કેન્દ્રીયમંત્રીએ અમૃત ભારત ટ્રેનને (Amrit Bharat Train) ઉધનાથી લીલી ઝંડી બતાવી. આજથી ઉધનાથી બ્રહ્મપુર વચ્ચે ગુજરાતની પ્રથમ અમૃત ભારત ટ્રેન દોડશે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે આ ટ્રેન સેવા માટે માગ ઊઠી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ (C.R. Patil) પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો -ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની નાગરિકોને અપીલ : “Digital arrest ના ફ્રોડથી સાવધાન, લોભ-લાલચમાં ન પડો”

Advertisement

Advertisement

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ Surat ની મુલાકાતે, અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી

આજે સુરતવાસીઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) આજે સુરતની મુલાકાતે છે ત્યારે આજે તેમણે ઉધનાથી બ્રહ્મપુર (Udhna and Brahmapur) વચ્ચે ગુજરાતની પ્રથમ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપે છે. આ ટ્રેન સુવિધાની માગ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે પણ ઊઠી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ (C.R. Patil) પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે બ્રહ્મપુર ટ્રેનને દરરોજ શરૂ કરવા પણ માગ કરી હતી.

આ પણ વાંચો -લુખ્ખા તત્વોએ મફતમાં ગરબા જોવા પોલીસની હાજરીમાં કર્યો હુમલો, FIR માં ઈજાગ્રસ્ત પોલીસનું નામ-ઠામ છુપાવાયું?

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની માગને ધ્યાને લઈ રેલ મંત્રીએ મહત્ત્વની જાહેરાત કરી

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની માગને ધ્યાનમાં રાખીને રેલમંત્રી અશ્વની વૈષ્ણવે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આગામી બે માસમાં દરરોજ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, ઓરિસ્સાથી (Odisha) મોટી સંખ્યામાં લોકો ધંધા-રોજગાર માટે સુરત આવીને વસ્યા છે. છેલ્લા બે વર્ષથી સુરત (Surat) રહેતા ઓરિસ્સાનાં લોકોની આ ટ્રેનની માગ હતી, જે હવે પૂર્ણ થતાં તેમણે સરકારનો આભાર માન્યો છે. હાલ, ટ્રેન દર શનિવારે ઉધના સ્ટેશનથી બ્રહ્મપુર જશે. ઉપરાંત, શ્રમિકો માટે મેમુ ટ્રેન અને નંદુરબાર સ્ટેશન પર પણ સ્ટોપેજ આપવામાં આવે તેવી માગ પણ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવી છે. આથી, આગામી સમયમાં આ માંગો જલદી પૂર્ણ થઈ શકે છે.

આ પણ વાંચો - Vadodara : 100 કિલો વજનની પાઘડી પહેરી યુવક હસતા મોંઢે ગરબે ઘૂમ્યો

Tags :
Advertisement

.

×