Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Rain: સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘો મહેરબાન, અતિભારે વરસાદની આગાહી

કીમમાં નજીક ફિરદોસ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાયા ગટર લાઇન બ્લોક થતા રસ્તા પર ગટરના પાણી ભરાયા Surat Rain: સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘો મહેરબાન થયો છે. જેમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ...
surat rain  સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘો મહેરબાન  અતિભારે વરસાદની આગાહી
Advertisement
  • કીમમાં નજીક ફિરદોસ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
  • વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાયા
  • ગટર લાઇન બ્લોક થતા રસ્તા પર ગટરના પાણી ભરાયા

Surat Rain: સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘો મહેરબાન થયો છે. જેમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ થયો છે. કીમ નજીક ફિરદોસ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા છે. તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાયા છે. ગટર લાઇન બ્લોક થતા રસ્તા પર ગટરના પાણી ભરાયા છે. તેમજ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. તથા મોપેડ, બાઇક, રિક્ષા સહિતના વાહનો પાણીમાં બંધ થયા છે.

ધોધમાર વરસાદ થતા ઓલપાડના સાયણ બજારમાં પાણી ભરાયા

જિલ્લામાં ધોધમાર વરસાદ થતા ઓલપાડના સાયણ બજારમાં પાણી ભરાયા છે. સાયણ ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી થઇ છે. તેમજ રાંદેર - સિંગણપોરને જોડતો કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવેની ભયજનક સપાટીથી ઉપર પાણી વહી રહ્યું છે. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.

Advertisement

Advertisement

Surat Rain: વરસાદની આવક ઉકાઈ ડેમમાં જોવા મળી

વરસાદની આવક ઉકાઈ ડેમમાં જોવા મળી છે. ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના પગલે કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થયો છે. કોઝવેનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. છેલ્લા ચાર દિવસથી કોઝવે ફરી બંધ કરવામાં આવ્યો છે. અગાઉ 11 ઓગસ્ટના રોજ કોઝવે ખોલવામાં આવ્યો હતો.

લોકોને તાપી કિનારેથી દૂર રહેવા તંત્રની અપીલ છે

કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. જ્યારે હાલની સપાટી 8.39 મીટર છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમની સપાટી 334.75 ફૂટ પહોંચી છે. તાપી નદી બે કાંઠે થઇ છે. જેમાં નયનરમ્ય નજારો તાપી નદી કિનારે સર્જાયો છે. સલામતીના ભાગરૂપે કોઝવે પર પોલીસ, હોમગાર્ડ અને પાલિકાના માર્શલ જવાનોને તૈનાત કરાયા છે. તેમજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં છે. લોકોને તાપી કિનારેથી દૂર રહેવા તંત્રની અપીલ છે.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, જાણો કયા ખાબક્યો સૌથી વધુ વરસાદ

Tags :
Advertisement

.

×