Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Rain: સુરતમાં ભારે વરસાદ, નવરાત્રી પહેલાના મેઘરાજાએ ગરબા આયોજકોની ચિંતા વધારી

Surat Rain: ભારે વરસાદના પગલે ગરનાળા થયા તરબોળ લિંબાયત ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો Surat Rain: સુરતમાં ભારે વરસાદ, નવરાત્રી પહેલાના મેઘરાજાએ ગરબા આયોજકોની ચિંતા વધારી છે. જેમાં ભારે વરસાદના...
surat rain  સુરતમાં ભારે વરસાદ  નવરાત્રી પહેલાના મેઘરાજાએ ગરબા આયોજકોની ચિંતા વધારી
Advertisement
  • Surat Rain: ભારે વરસાદના પગલે ગરનાળા થયા તરબોળ
  • લિંબાયત ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ
  • ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો

Surat Rain: સુરતમાં ભારે વરસાદ, નવરાત્રી પહેલાના મેઘરાજાએ ગરબા આયોજકોની ચિંતા વધારી છે. જેમાં ભારે વરસાદના પગલે ગરનાળા પાણીથી તરબોળ છે. તથા લિંબાયત ગરનાળુ પાણીમાં ગરકાવ થયુ છે. તેમજ વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે. તથા ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.

શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો

શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાહનચાલકો ફસાયા હતા અને રસ્તાઓ પર નદીઓની માફક પાણી વહેતું જોવા મળ્યું હતું. ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. હવામાન વિભાગે સુરત અને ભરૂચમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરતના ઉધના, ઉન પાટીયા, ભેસ્તાન વિસ્તારોનો આજે મેઘરાજાએ જાણે વારો પાડી દીધો છે. સતત વરસાદને કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે.

Advertisement

Advertisement

Surat Rain: સુરતમાં ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો

છેલ્લા બે દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે સુરતમાં ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે, જેમાં અઠવા, પાર્લે પોઈન્ટ, પીપલોદ, પાલ, અડાજણ, ઉધના, મજૂરા સહિતના વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે પણ સુરતમાં વરસાદની આગાહી છે, અને નવરાત્રીમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓની મજા બગડી શકે છે.

આગામી 3 દિવસ થન્ડર સ્ટોર્મની આગાહી છે

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 થી 24 તારીખમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં એક બાજુ નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, ત્યારે ફરી એક વખત રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની સાત દિવસની આગાહી સામે આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ થન્ડર સ્ટોર્મની આગાહી છે. બીજી બાજુ સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: PM Modi આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે, જાણો સમગ્ર માહિતી

Tags :
Advertisement

.

×