Surat Rain: શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ, પાલિકાની કામગીરીની પોલ ઉઘાડી પડી
- મોરાભાગળ ચાર રસ્તા પર ભરાયા પાણી
- ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ
- વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી
Surat Rain: સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં મોરાભાગળ ચાર રસ્તા પર પાણી ભરાયા છે. તથા ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ થઇ છે. ત્યારે પાલિકાની મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી છે. મોરાભાગળમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. કેડસમા પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ છે. તથા પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.
સુરતમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં પાણીની આવક થઇ
સુરતમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં પાણીની આવક થઇ છે. જેમાં કીમ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. કીમ નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે. જેમાં નદીના પાણી વેલાછા ગામના વિસ્તારમાં ફરી વળ્યા છે. વેલાછા અને શેઠી ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે.
કીમ નદી પરનો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો
કીમ નદી પરનો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજને હાઇ બેરલ બ્રિજ કરવાની ગ્રામજનોની માગ છે. સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ગાંડીતૂર બની છે. માંગરોળના કોસાડી ગામે કીમ નદીના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસ તેમજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
Surat Rain: કોસાડી ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી
કોસાડી ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ગઈકાલથી જ કોસાડી ગામ બેટમાં ફેરવાયુ છે. જેમાં કોસાડીના 35 જેટલા ઘરોમાં કીમ નદીના પાણી ઘૂસ્યા છે. કીમ નદી ઉપર બનાવવામાં આવેલા પારાનું કામ અધૂરું કરતાં સમસ્યા સર્જાઈ છે, ગામમાં કીમ નદીનું પાણી પ્રવેશવા છતાં તંત્રના કોઈ અધિકારી સ્થળ પર ફરક્યા નહીં. જેમાં ગ્રામજનોને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સૂચનાઓ ન આપવામાં આવી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. તેમજ કીમ નદીના પાણી ગામમાં પ્રવેશતા જનજીવન પ્રભાવિત થયુ છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યના આ જિલ્લા માટે આજનો દિવસ અતિભારે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા


