Surat : કરોડોની વ્હેલ માછલીની ઉલટી સાથે ઝડપાયેલા 3 આરોપીનાં રિમાન્ડ મંજૂર
- Surat માંથી ઝડપાયેલ 5 કરોડનાં એમ્બરગ્રીસનો મામલો
- સુરત SOG દ્વારા 3 આરોપીની ધરપકડ કરી ફોરેસ્ટ વિભાગને સોંપાયા
- ફોરેસ્ટ વિભાગે પૂછપરછ માટે ત્રણેયને સુરત કોર્ટમાં રજૂ કર્યા
- આરોપીઓ સોમવાર સુધી ફોરેસ્ટ વિભાગનાં રિમાન્ડ પર
Surat : સુરતમાંથી ઝડપાયેલા 5 કરોડનાં એમ્બરગ્રીસ મામલે (Ambergris Case) એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત એસઓજીએ 3 આરોપીની ધરપકડ કરી હતી. SOG એ ધરપકડ કરી કબ્જો ફોરેસ્ટ વિભાગને (Forest Department) સોંપ્યો છે. ફોરેસ્ટ વિભાગે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. આરોપીઓ સોમવાર સુધી ફોરેસ્ટ વિભાગનાં રિમાન્ડ પર છે.
Surat SOG એ આરોપીઓને ફોરેસ્ટ વિભાગને સોંપ્યા, 5 દિવસનાં રિમાન્ડ મંજૂર
સુરતમાં બે દિવસ પહેલા SOG દ્વારા (Surat SOG) 3 આરોપીઓની પાંચ કરોડનું એમ્બરગ્રીસ સાથે ધરપકડ કરવામાં આવી હતી. એસઓજીએ ત્રણેય આરોપી ઉસામા ખાન પઠાણ, મોઇનુદ્દીન મન્સૂરી અને વસીમ ઇકબાલ મુલ્લાને ફોરેસ્ટ વિભાગને સોંપ્યા છે અને ફોરેસ્ટ વિભાગે આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલના અંતે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આથી, આરોપીઓ સોમવાર સુધી ફોરેસ્ટ વિભાગના રિમાન્ડ પર રહેશે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Gandhinagar : બહિયલમાં ગરબામાં પથ્થરમારો-આગચંપીની ઘટના મામલે સાક્ષીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
આરોપીઓમાં કાપડ વેપારી, કંપનીનો કર્મી અને ટ્રાવેલ્સ એજન્સીનો સંચાલક સામેલ
પોલીસ તપાસ અનુસાર, આરોપી ઉસ્માખાન પઠાણ કાપડ વેપારી, જ્યારે મોઇનુદ્દીન મન્સૂરી ફિશરી એક્સ્પોર્ટ કંપની નો કર્મચારી અને વસીમ મુલ્લા ટૂર એન્ડ ટ્રાવેલ્સનો સંચાલક હોવાનું બહાર આવ્યું છે. જણાવી દઈએ કે, બે દિવસ પહેલા સુરત SOG દ્વારા 3 શખ્સને વ્હેલ માછલીની ઉલટી સાથે ધરપકડ કરી હતી. આ એમ્બરગ્રીસની (Ambergris Case) કિંમત 5 કરોડ રૂપિયા જેટલી હોવાનું ખુલ્યું હતું. આરોપીઓને વેરાવળ ખાતે આ તરતું સોનું મળી આવ્યું હતું. સુરતમાં (Surat) ગ્રાહક મળી આવશે તે આશાએ વેચવા આવ્યા હતા. માહિતી અનુસાર, ત્રણ દિવસમાં 10 કરોડથી વધુની કિંમતનું ફ્લોટિંગ ગોલ્ડ ઝડપાયું હતું.
આ પણ વાંચો - Gandhinagar Encounter: PSI પાટડીયાની પિસ્તોલ ઝૂંટવી સાઇકો કિલરે પોલીસ પર ફાયરિંગ કરવુ ભારે પડ્યું
ભારતમાં ફલોટિંગ ગોલ્ડનાં વેચાણ પર પ્રતિબંધ
નોંધનયી છે કે, ભારતમાં ફલોટિંગ ગોલ્ડનાં (Floating Gold) વેચાણ પર પ્રતિબંધ છે, જે કોઈને આ ફ્લોટિંગ ગોલ્ડ (એમ્બરગ્રીસ) મળે તો તેમને પોલીસ અથવા વન વિભાગને સુપરત કરવાનું હોય છે. ફ્લોટિંગ ગોલ્ડના વેચાણ બદલ વાઇલ્ડ લાઇફ એક્ટ (Wildlife Act) હેઠળ ગુનો બને છે. ફ્લોટિંગ ગોલ્ડનો ઉપયોગ સંસાધન ઉદ્યોગો જેમ કે પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે. ફ્લોટિંગ ગોલ્ડ શરૂઆતના ધોરણે કડવાશ સુગંધ ધરાવે છે. પરંતુ, સમય જતાની સાથે તેની સુગંધ મીઠાશમાં પરિવર્તિત થઈ જાય છે.
આ પણ વાંચો - Gujrat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી


