Surat: સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના ભેદી મોત મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં
- સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ હાથ ધરાયું
- પીએમની પ્રક્રિયા મોડી રાત્રે 11 વાગ્યા સુધી ચાલી હતી
- ઘટનામાં સચિન જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાધ ધરી
Surat: સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓનું ભેદી મોત થયું હતું. એવી ઘટના એવી હતી કે, બાળકીઓએ પહેલા આઈસક્રીમ ખાધો હતો અને બાદમાં તાપણું કરીને ત્યાં બેઠા હતાં. અત્યારે આ બાળકીઓના મોતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બાળકીઓનો પીએમ રિપોર્ટમાં કેટલાક પ્રાથમિક તારણો સામે આવ્યાં છે. જેમાં શંકાસ્પદ મોતને લઈને ખુલાસો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Surat: સચિન પાલીમાં એકસાથે ત્રણ બાળકોના મોત, રાત્રે ખાધો હતો આઈસ્ક્રીમ
પીએમ રિપોર્ટમાં પ્રાથમિક તારણ આવ્યું સામે
પીએમ રિપોર્ટમાં પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આઇસ્ક્રીમ ખાધા બાદ બે બાળકીઓના ફૂડ પોઈઝનિંગ અને ગુંગળામણ જ્યારે અન્ય એક બાળકીનું ધુમાડાના પગલે ગૂંગળામણથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીઓનું પેનલ પીએમ હાથ ધરાયું હતું. આ બાબતે ખુલાસો કવામાં આવ્યો છે. આ પીએમની પ્રક્રિયા રાત્રે 11 વાગ્યા સુધી ચાલી હતી.
આ પણ વાંચો: BZ ગ્રુપના કૌભાંડ બાદ પ્રથમ રોકાણકાર આવ્યો સામે
સચિન જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી
જો કે ત્રણે બાળકીઓના મોતનું સચોટ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે. નોંધનીય છે કે, પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ સ્થાનિક વિસ્તારમાં 12 સ્થળો પરથી આઈસ્ક્રીમના નમૂના લેવાયા છે અને જ્યારે ઘરે ઘરે સર્વે કરી 252 જેટલા લોકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી રહીં છે. એટલું જ નહીં પરંતુ ઘટનામાં સચિન જીઆઇડીસી પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોતાની દીકરીઓના મોતને લઈને પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: VADODARA : પાલિકાના સ્નેહમિલન કાર્યક્રમમાં લગ્નપ્રસંગ જેવો ખર્ચ, લોકો નારાજ


