Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ઉમરપાડાની આદર્શ નિવાસી શાળામાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર

પરિવારે વિદ્યાર્થિનીનાં શરીર પર લોહીની ગાંઠ જામી ગઈ હોવાનું અને ઇજાઓ થઈ હોવાનું જણાવી દીકરીનાં મોત પર શંકા વ્યક્ત કરી છે...
surat   ઉમરપાડાની આદર્શ નિવાસી શાળામાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર
Advertisement
  1. Surat નાં ઉમરપાડામાં 14 વર્ષીય વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત!
  2. આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિની
  3. માથાનો દુ:ખાવો થયા બાદ દવા પી ઊંઘી હોવાનો દાવો
  4. વિદ્યાર્થિનીનાં શરીર પર ઇજાનાં નિશાન મળતા પરિવારને શંકા

સુરતનાં (Surat) ઉમરપાડા તાલુકામાં એક વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને માથામાં દુ:ખાવો થતાં દવા પી સુઈ ગયા બાદ ઊઠી જ નહીં તેવો દાવો કરાયો છે. બીજી તરફ, પરિવારે વિદ્યાર્થિનીનાં શરીર પર લોહીની ગાંઠ જામી ગઈ હોવાનું અને ઇજાઓ થઈ હોવાનું જણાવી દીકરીનાં મોત પર શંકા વ્યક્ત કરી છે અને પોલીસ તપાસની (Umarpada Police) માગ કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ દીકરીનાં મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad: વહેલી સવારથી વતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ

Advertisement

Advertisement

માથાનો દુ:ખાવો થયા બાદ દવા પી ઊંઘી, પછી ઊઠી જ નહીં એવો દાવો

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) ઉમરપાડા તાલુકામાં આવેલા ગોવત ગામની 14 વર્ષીય યશ્ચિ વસાવા આદર્શ નિવાસી શાળામાં (Adarsh Nivasi School) રહીને અભ્યાસ કરતી હતી. દરમિયાન, યશ્ચિને માથાનો દુ:ખાવો થયા બાદ દવા પી સુઈ ગઈ હતી, જો કે ત્યાર બાદ વિદ્યાર્થિની ઊઠી જ નહીં તેવો દાવો કરાયો છે. વિદ્યાર્થિનીને સારવાર અર્થે પહેલા બારડોલી અને ત્યાર બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો - Gujarati Top News : આજે 4 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

વિદ્યાર્થિનીનાં શરીર પર લોહી ગંઠાઈ ગયું હોય તે પ્રકારના નિશાન મળતા શંકા

બીજી તરફ, પરિવારનું કહેવું છે કે દીકરીની તપાસ કરતા તેનાં શરીર પર કેટલીક ઇજાઓનાં નિશાન અને લોહી ગંઠાઈ ગયું હોય તે પ્રકારના નિશાન દેખાઈ આવ્યા છે. પરિવારે દીકરીનાં મોત સામે શંકા વ્યક્ત કરી છે અને પોલીસ તપાસની માગ કરી છે. આ મામલે ઉમરપાડા પોલીસે (Umarpada Police) વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી આદિજાતિ વિભાગ (Tribal Department) દ્વારા સંચાલિત આશ્રમ શાળા, નિવાસી શાળા, તેમ જ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓના આપઘાત, વિદ્યાર્થીના શંકાસ્પદ મોત તેમ જ વિદ્યાર્થીઓ સામુહિક બીમાર પાડવા જેવી અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે, વધુ એક વિદ્યાર્થીનીનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

આ પણ વાંચો - VADODARA : ગુજસીટોકના આરોપી સિકલીગર ગેંગના સાગરીતોને જુદી-જુદી જેલમાં ખસેડાશે

Tags :
Advertisement

.

×