Surat : લસકાણા Hit and Run કેસમાં મુખ્ય આરોપી આખરે ઝડપાયો, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!
- Surat માં લસકાણા Hit and Run નો મામલો
- પોલીસે મુખ્ય આરોપી કીર્તન ડાંખરાની ધરપકડ કરી
- મીડિયાનાં કેમેરા સામે આરોપી કીર્તન ડાંખરાનું મૌન
- રેલવે સ્ટેશન નજીકથી આરોપીને ઝડપી પાડયો : લસકાણા PI
સુરતનાં (Surat) લસકાણામાં હિટ એન્ડ રનની (Hit and Run) ગોઝારી ઘટનામાં મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. લસકાણા પોલીસે મુખ્ય આરોપી અને કારચાલક કીર્તન ડાંખરાની ધરપકડ કરી છે. આરોપીએ પૂરઝડપે કાર હંકારીને અનેક લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક જ પરિવારનાં બે સભ્યોનાં મોત નીપજ્યા હતા. મીડિયાનાં કેમેરા સામે આરોપી કીર્તન ડાંખરાએ (Kirtan Dankhara) મૌન સાધ્યું હતું અને ધ્રૂસકે ધ્રૂસકે રડતો હોય તેમ દેખાયો હતો. આ મામલે લસકાણા પીઆઈએ વધુ માહિતી આપી હતી.
આ પણ વાંચો - Surat : લસકાણામાં Hit and Run નો મામલો, મુખ્ય આરોપી સહિત 3 હાલ પણ ફરાર
આરોપીને પકડવા પોલીસની ચાર ટીમો કામે લાગી હતી
સુરતનાં (Surat) લસકાણામાં હિટ એન્ડ રન કેસમાં પોલીસે ફરાર મુખ્ય આરોપી કીર્તન ડાંખરાની ધરપકડ કરી છે. ઘરપકડ બાદ મીડિયા સમક્ષ આરોપી ધ્રૂસકે-ધ્રૂસકે રડતો હોય તેમ દેખાયો હતો. પરંતુ, જ્યારે મીડિયા દ્વારા પોતે કરેલી ભૂલ અંગે પૂછતા ચુપકીદી સાધી હતી. આરોપીની ધરપકડ બાદ લસકાણા પીઆઈ કુલદીપ સિંહ ચાવડાએ માહિતી આપી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે, હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી કીર્તન ડાંખરા ઘટના બાદથી ફરાર હતો. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની (Laskana Police) 4 ટીમ કામે લગાવાઈ હતી. ઉપરાંત, આરોપીને પકડવા ટેકનિકલ વર્ક આઉટ પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Bharuch : સાંસદ મનસુખ વસાવાનો CM ને પત્ર, પોલીસ અધિકારી સામે કર્યા ગંભીર આક્ષેપ
આરોપીઓએ કામરેજ નજીક આવેલા ફાર્મ હાઉસમાં પાર્ટી કરી હતી!
લસકાણા પીઆઈએ વધુમાં જણાવ્યું કે, આરોપી રેલવે સ્ટેશન નજીક હોવાની બાતમી મળતા ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીનું મેડિકલ તપાસ કરાવવામાં આવશે. આરોપીનાં હેર અને બ્લડ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાશે. પીઆઈએ કહ્યું કે, ઘટના સ્થળ પર FSL ની ટીમ દ્વારા પંચનામાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઘટના અંગે RTO ને પણ જાણ કરવામાં આવી છે અને આરટીઓ પાસેથી ટેકનિકલ માહિતી પણ મેળવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અને સાહેદોનાં નિવેદન નોંધવાની તજવીજ હાલ ચાલુ છે. પ્રાથમિક પૂરપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ કામરેજ નજીક એક ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં પાર્ટી કરી હતી. અકસ્માત સમયે ગાડીની સ્પીડ 100 કિલોમીટરની ઝડપે હોવાનું હાલ સામે આવ્યું છે. પોલીસે સાપરાધ ગુનો નોંધ્યો છે અને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Surat: હિટ એન્ડ રનની ઘટનામાં બે સગા ભાઈઓના મોત, કાર ચાલક થઈ ગયો ફરાર


