Surat Tiranga Yatra: આજે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, 2 કિલોમીટરનો રૂટ શણગારાયો
- Tiranga Yatra નું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આયોજન થશે
- ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તિરંગા યાત્રામાં હાજર રહેશે
- યાત્રામાં વિવિધ રાજ્યના લોકો અને સેલિબ્રેટી હાજર રહેશે
Tiranga Yatra: આજે સુરત (Surat) માં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આયોજન થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તિરંગા યાત્રામાં હાજર રહેશે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહે તેવી શક્યતા છે.
વાય જંક્શનથી લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજાશે
વાય જંક્શનથી લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજાશે. યાત્રામાં વિવિધ રાજ્યના લોકો અને સેલિબ્રેટી હાજર રહેશે. અંદાજે ત્રણ લાખ જેટલા તિરંગાના વિતરણની વ્યવસ્થા કરાઈ છે. તિરંગા યાત્રાને લઈ બે કિલોમીટર સુધીનો રૂટ શણગારાયો છે.
Surat આજે ભાજપ દેશવ્યાપી તિરંગા યાત્રા કાઢશે
યુદ્ધ નાયકો અને શહીદોના પરિવારોનું કરશે સન્માન
છેલ્લા ત્રણ મહિનામાં BJP ની આ બીજી તિરંગા યાત્રા
13થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવાશે | Gujarat First#Gujarat #Surat #BJP #TirangaYatra #HarGharTiranga #GujaratFirst pic.twitter.com/RxJTSGkn41— Gujarat First (@GujaratFirst) August 10, 2025
ભવ્ય તિરંગા યાત્રામાં DJ પણ Tiranga Yatra માં જોડાશે
ભવ્ય તિરંગા યાત્રામાં DJ પણ Tiranga Yatra માં જોડાશે. 12 કલચરલ સ્ટેજ યાત્રાના રૂટ પર બનાવવામાં આવ્યા છે. યાત્રામાં તમામ લોકોના હાથમાં તિરંગો જોકે મળશે. 1 લાખ કરતા વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. યાત્રાના રૂટને તિરંગની થીમ પર શણગારવામાં આવ્યો છે. અલગ અલગ રાજ્યની સંસ્કૃતિના દર્શન પણ તિરંગા યાત્રા થશે. દોઢ કોલોમીટરનો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ભવ્ય સેલિબ્રેશન આ યાત્રામાં કરવામાં આવશે. 50000 કરતા વધુ લોકો આ Tiranga Yatra માં જોડાશે. મેડિકલ ટિમ, પાણીની સુવિધા તેમજ ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજ્યની સંસ્કૃતિના દર્શન પણ Tiranga Yatra થશે
Tiranga Yatra મામલે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થી, તેમજ ઈન્ડસ્ટ્રીના લોકો આ યાત્રામાં જોડાશે. તમામ માટે અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 8 પોલીસના પ્લાટૂ યાત્રામાં જોડાશે. પેરામિલેટ્રી તેમજ અન્ય સુરક્ષા દળના પ્લાટૂન આ તિરંગા યાત્રામાં જોવા મળશે. સાયકલિસ્ટ, સ્કેટર્સ પણ તિરંગા યાત્રામાં જોડાશે. યાત્રાના રૂટ પર રિહર્સલ પણ યોજવામાં આવી છે. તથા યાત્રા પૂર્ણ થયા બાદ કોઇ પણ જગ્યા પર ટ્રાફિક ન થાય તે માટે તૈયારી કરવામાં આવી છે. ગત વર્ષ કરતા પણ આ વર્ષે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના લડવૈયાઓની આન, બાન, શાનમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Modasa Accident: પુલ પરથી કાર માઝૂમ નદીમાં ખાબકતા 4 શિક્ષકોના મોત


