Surat : બે અલગ-અલગ ઘટનામાં કુલ 3 નાં મોત, મિલમાં કામદારો વચ્ચે બબાલ, આધેડનું મોત
- Surat નાં ઓલપાડના અંભેટા ગામ પાસે અકસ્માતમાં 2 ના મોત
- ચાલકે કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા કાંસમાં ખાબકી
- સુરતનાં ભેસ્તાનમાં સના મિલનાં કામદારો વચ્ચે બબાલ
- સાથી શ્રમિકો વચ્ચે મારામારી બાદ એકનું મોત
Surat : ડાયમંડનગરી સુરતમાં આજે હૈયું કંપાવે એવી બે ઘટના બની છે. અલગ-અલગ ઘટનામાં કુલ 3 લોકોનાં મોત નીપજ્યા છે. ઓલપાડનાં (Olpad) અંભેટા ગામ પાસે અકસ્માતમાં 2 યુવકના મોત થયા છે. જ્યારે, ભેસ્તાન વિસ્તારમાં (Bhestan) આવેલ મિલનાં કામદારો વચ્ચે કોઈ બાબતે બબાલ થતાં 55 વર્ષીય આધેડની હત્યા કરાઈ હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો છે. આ મામલે ભેસ્તાન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - દક્ષિણ ભારતમાં થયેલી કરોડોની Angadia Robbery કેસમાં ત્રણ ઝડપાયા, લાખો રૂપિયા કબજે થયા
Surat માં કાર પાણી ભરેલા કાંસમાં ખાબકી, 2 યુવકનાં મોત
સુરતનાં (Surat) ઓલપાડનાં અંભેટા ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાલકે કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા કાંસમાં ખાબકી હતી. કાર સવાર બંને યુવકોના ડૂબી જવાના કારણે મોત થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી છે. ફાયર વિભાગની ટીમે કાંસમાં ડૂબેલી કાર બહાર કાઢી અને બંને યુવકોના મૃતદેહ પણ બહાર કાઢ્યા છે. સ્થાનિક પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક બંને યુવક મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વતની અને હાલ સુરત લલિતા ચોકડી પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઓલપાડ પોલીસે (Olpad Police) મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો - Vadodara : એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
મિલનાં કામદારો વચ્ચે બબાલ, 55 વર્ષીય આધેડનું મોત
અન્ય એક મૃત્યુની ઘટના સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલી સના મિલનાં (Sana Mill) કામદારો વચ્ચે કોઈ બાબતે બાબલ થઈ હતી. આ બબાલ મારામારી સુધી પહોંચી હતી, જેમાં 55 વર્ષીય સુભાષ ભાગવત ઓઝાની હત્યા કરાઈ હોવાનો આરોપ પરિવારજનો દ્વારા કરાયો છે. આરોપ અનુસાર, સાથી કામદારોએ મારમારી હત્યા કરી હતી. 108 ની મદદથી સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ, ત્યાં હાજર તબીબે સુભાષભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ભેસ્તાન પોલીસે (Bhestan Police) મૃતદેહને પીએમ અર્થે ખસેડી મિલનાં સીસીટીવીની મદદથી તપાસ આરંભી છે.
આ પણ વાંચો - Rajkot: MLA એ રૂટ બદલાવતાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ નારાજ થયા