Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : આગની ઘટના બાદ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે.
surat   આગની ઘટના બાદ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રી cr પાટીલ
Advertisement
  1. કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા (Surat)
  2. સી.આર. પાટીલે વેપારીઓની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો
  3. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહ્યા
  4. વેપારીઓને નવી દુકાન મળે તેવો પ્રયાસ કરીશું: સી.આર.પાટીલ

સુરતનાં (Surat) શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં વિકરાળ આગ લાગવાની ઘટનામાં વેપારીઓને કરોડો રૂપિયાનું મસમોટું નુકસાન થયું છે. ત્યારે, આજે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ (C.R. Patil) શિવશક્તિ માર્કેટ પહોંચ્યા હતા અને વેપારીઓની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કાપડ વેપારીઓ સાથે વાતચીત કરી તેમનાં પ્રશ્નો પણ સાંભળ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. વેપારીઓને નવી દુકાન મળે તેવો પ્રયાસ કરીશું.

Advertisement

આ પણ વાંચો - Patidar Andolan : પાટીદાર નેતા, અગ્રણીઓ સામે થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવા કોર્ટની મંજૂરી

Advertisement

આગનાં કારણે રૂ. 850 કરોડનું નુકસાન થયાની આશંકા

સુરતનાં (Surat) રીંગરોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં કરવા માટે 44 કલાક જેટલો સમય લાગ્યો હતો. ફાયર વિભાગનાં 150 થી વધુ જવાન અને અધિકારીઓ આગ બુઝાવવા માટે કામે લાગ્યા હતા. આગનાં કારણે અંદાજે 850 કરોડનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ ઘટનામાં વેપારીઓને ભારે નુકસાન થયું છે. ત્યારે આજે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ (C.R. Patil) શિવશક્તિ માર્કેટ પહોંચ્યા હતા અને વેપારીઓની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી CR પાટીલે વેપારીઓ સાથે વાતચીત કરીને તેમનાં પ્રશ્નો અને સમસ્યા સાંભળી હતી. કેન્દ્રીય મંત્રી સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - GPSC : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, આગામી પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર

PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે : CR પાટીલ

દરમિયાન, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કહ્યું કે, અચાનક લાગેલી આગથી વેપારીઓને ખૂબ જ નુકસાન થયું છે. કેટલાક વેપારીઓ પાસે તો વીમો પણ નથી. વેપારીઓને નવી દુકાન મળે તેવો પ્રયાસ કરીશું. એકપણ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આગળ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પણ આ ઘટનાને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી છે. સી.આર. પાટીલે કહ્યું કે, ગેરકાયદેસર બાંધકામ મામલે ચોક્કસ પગલાં લેવાશે. આગને કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. ભાજપ તરફથી 11 લાખનો ચેક આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, ફોસ્ટાનાં (FOSTTA) પ્રતિનિધિ મંડળનાં 5 સભ્યો મુખ્યમંત્રીને મળશે. સરકાર તરફથી જે સહાય મળે તે માટે રજૂઆત કરાશે.

આ પણ વાંચો - Navsari : બીલીમોરામાં લૂંટનો ભેદ ઉકેલાયો, ગણતરીનાં કલાકોમાં બંને આરોપી ઝડપાયા

Tags :
Advertisement

.

×