Surat : જાહેરમાં બે યુવકને કપડાં કઢાવી નગ્ન કરી લાકડીથી ઢોર માર મારતા વેપારીનો Video વાઇરલ
- Surat નાં ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીની બર્બરતાનો વીડિયો વાઇરલ
- બે યુવકને કપડા કઢાવી નગ્ન કરી વેપારીએ લાકડીથી ઢોર માર માર્યો
- સુરતની અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો બનાવ હોવાનું સામે આવ્યું
- બે યુવકોને બેરહેમીથી માર મારતો વીડિયો વાઇરલ થતાં ચકચાર
સુરતનાં (Surat) ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની બર્બરતાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં બે યુવકને નગ્ન કરી કપડાં વેપારી લાકડી વડે ઢોર માર મારતા નજરે પડે છે. સુરતની અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો (Anmol Textile Market Video) આ બનાવ હોવાનું સામે આવ્યું છે. બંને યુવક સામે ચોરી કરવાનો આરોપ હોવાથી માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Surendranagar : પાટડી હોસ્પિટલમાં મૃતકનાં સગાને લાફા ઝીંકવા મામલે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી!
બે યુવકને કપડા કઢાવી નગ્ન કરી વેપારીએ લાકડીથી ઢોર માર માર્યો
સુરતમાંથી (Surat) ચોંકાવનારો એક વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયો (Viral Video) સુરતમાં આવેલી અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો હોવાની માહિતી સામે આવી છે. વાઇરલ વીડિયોમાં કપડાં વેપારી દ્વારા બે યુવકને લાકડી વડે ઢોર માર મારવામાં આવી રહ્યો છે. વાઇરલ વીડિયોમાં બે યુવકને નગ્ન કરી લાકડી વડે બર્બરતાથી માર મારતો વેપારી નજરે પડે છે. સાથે જ અન્ય વેપારીઓ પણ જોવા મળે છે.
આ પણ વાંચો - Junagadh : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ BJP કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, વિસાવદર ચૂંટણી અંગે કહી આ વાત
ચોરીનાં આરોપ હેઠળ દુકાન માલિકે પોતાનાં કર્મચારીઓને માર માર્યો!
પ્રાથમિક માહિતી અનુસાર, ચોરીનાં આરોપ હેઠળ કપડાંની દુકાનનાં માલિકે પોતાનાં કર્મચારીઓને કપડાં કઢાવી ફટકાર્યા હતા. દુકાન માલિકે પોતાની દુકાન બહાર અન્ય વેપારી અને ગ્રાહકો સામે જ બંને યુવકને માર માર્યો હતો. બંને કર્મચારીઓને 3 થી 4 કલાક સુધી ગોંધી રાખી ડંડા વડે માર માર્યા હતો અને ઉઠક બેઠક પણ કરાવી હતી. આ મામલે હવે પોલીસ (Surat Police) દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો - Vadodara : ચૂંટણી ફોર્મ ભરવા બાબતે માથાકૂટ થઈ, યુવકને એકાંતમાં બોલાવી પેટ્રોલ છાંટી સળગાવ્યો!