સોશિયલ મીડિયા પર આજકાલ યુવાનોને છવાઈ જવાનો ગાંડો ક્રેઝ લાગ્યો છે. એટલે જ તો ઘણી વખત યુવાનો વિડીયો બનાવવા માટે જોખમ લેતા હોય છે . ઘણીવાર તેઓના લીધે બીજાનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે. ત્યારે આવો જ એક જોખમી સ્ટંટનો (Stunt) વિડીયો (Video) હાલ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થયો છે. આ વિડીયોમાં સુરતના કેટલાંક યુવકો થાર જીપની (Thar Zeep) ઉપર બેસીને ફૂલસ્પીડમાં દોડાવી રહ્યાં હોવાનું દેખાય છે.

સોશિયલ મીડિયા પર આજકાલ યુવાનોને છવાઈ જવાનો ગાંડો ક્રેઝ લાગ્યો છે. એટલે જ તો ઘણી વખત યુવાનો વિડીયો બનાવવા માટે જોખમ લેતા હોય છે . ઘણીવાર તેઓના લીધે બીજાનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે. ત્યારે આવો જ એક જોખમી સ્ટંટનો (Stunt) વિડીયો (Video) હાલ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થયો છે.
આ વિડીયોમાં સુરતના કેટલાંક યુવકો થાર જીપની (Thar Zeep) ઉપર બેસીને ફૂલસ્પીડમાં દોડાવી રહ્યાં હોવાનું દેખાય છે. આ વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ છે.
સુરતના કેટલાંક યુવકો થાર જીપ પર જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક જીપ ચલાવી રહ્યો છે જ્યારે એક યુવક જીપના હૂડ પર જ્યારે બીજો યુવક જીપના બોનેટ પર બેઠો છે. ડ્રાઈવ કરતો યુવક ફૂલ સ્પીડમાં જીપ દોડાવી રહ્યો છે અને આ જીપની આજુબાજુમાં તથા પાછળ મોટી સંખ્યામાં કેટલાંક યુવકો મોટરસાયકલ અને મોપેડ ફૂલસ્પીડમાં દોડાવી રહ્યાં છે.
જાણે કોઈ ભાઈલોગ પોતાના પંટરોને લઈને જઈ રહ્યો હોય તે રીતે આખી ફૌજ રોડ પરથી ફૂલસ્પીડમાં પસાર થાય છે. બેકગ્રાઉન્ડમાં ફિલ્મી સોંગ વાગી રહ્યું છે. રોડ પર જોખમી સ્ટંટ કરી પોતાના તથા અન્યોના જીવને જોખમમાં મુકનારા આ યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ છે.