Surat ના પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાંથી ફોન મળતા ખળભળાટ,સફાઇકર્મીના ફોનમાંથી પાંચ વીડિયો ક્લિપ મળી આવી
- Surat ના પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરન્ટ સામે મોટો આક્ષેપ
- મહિલાના વોશરૂમમાં ફોન મુકાયો હોવાનો આક્ષેપ
- એક મહિલા ગ્રાહકનું ધ્યાન પડતા થયો હંગામો
Surat ના પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરન્ટને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરેન્ટના મહિલા વોશરૂમમાંથી ફોન મળી આવતા ખળભળાળ મચી જવા પામ્યો છે. આ રેસ્ટોરેન્ટના મહિલા વોશરૂમમાં ફોન મુકયાનો આક્ષેપ મહિલાએ કર્યો છે. જેના લીધે ભારે હંગામો મચ્યો હતો.પોલીસ સત્વરે ઘટના સ્થળે પહોંચી હતી અને સઘન તપાસ હાથ ધરીને સફાઇ કર્મીની અટકાયત કરી હતી.
Surat પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરન્ટ મહિલા વોશરૂમમાંથી મળ્યો ફોન
પ્રાપ્ત માહિતી અનુસાર Surat ના પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશ રૂમમાં એક મહિલાનું ધ્યાન વોશ રૂમમાં રાખેલા ફોન પર પડતા તેમણે આની જાણ હોટલના સંચાલકોને કરી હતી જેને લઇને ભારે હંગામો થયો હતો. આ રેસ્ટોરેન્ટના મહિલા વોશ રૂમની સફાઇ પુરૂષ સફાઇ કર્મીઓ કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હોટલાના સફાઇકર્મીએ આ કરતૂત કરી હોવાનો ખુલાસો થયો છે.
Surat : મહિલાના વોશરૂમમાં ફોન મૂકી સફાઈકર્મી બનાવતો હતો વિડીયો । Gujarat First
સુરતના પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરન્ટ સામે મોટો આક્ષેપ
મહિલાના વોશરૂમમાં ફોન મુકાયો હોવાનો આક્ષેપ
એક મહિલા ગ્રાહકનું ધ્યાન પડતા થયો હંગામો
મહિલાઓના વોશરૂમમાં પુરુષ સફાઇકર્મીને મોકલતા હોવાનો આક્ષેપ… pic.twitter.com/lamY4CiZvZ— Gujarat First (@GujaratFirst) August 18, 2025
Surat પોલીસ કરી રહી છે સઘન પુછપરછ
આ ઘટના મામલે પોલીસ પીપલોદ કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં પહોંચી હતી અને સુરેન્દ્ર નામના સફાઇકર્મીની સઘન પુથપરછ કરીને તેની અટકાયત કરી હતી. પોલીસે તેની તપાસ હાથ ધરતા સુરેન્દ્રના મોબાઇલમાંથી પાંચ વીડિયો ક્લિપ મળી આવી હતી, પોલીસે તેના ઘરની પણ તપાસ કરી હતી ત્યાં પોલીસને એક સ્પાય કેમેરો પણ મળી આવ્યો છે. પોલીસ તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઇ જઇને વધુ પુછપરછ હાથ ધરી છે. હાલ પોલીસ તેના ગુનાહિત ર્કોર્ડ સહિતની તમામ વિગતો તપાસની સઘન પુછપરછ હાથ ધરી છે. નોંધનીય છે કે આ પહેલા સુરેન્દ્ર ક્યા કામ કરતો હતો તેની વિગતો પણ પોલીસ ભેગી કરી રહી છે.
આ પણ વાંચો: Suratની D.K. And Sons Diamond Company માં તસ્કરોએ 25 કરોડના હીરાની ચોરી કરી ફરાર, CCTV-DVR પણ લઇ ગયા!


