Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Board Exam 2026માં ધો.10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રોમાં થશે ફેરફાર, જાણો શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું

Board Exam : શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે 2026થી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર કરાશે
board exam 2026માં ધો 10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રોમાં થશે ફેરફાર  જાણો શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું
Advertisement
  • Board Exam : 2026થી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર કરાશે
  • ધો.10 અને ધો.12ની પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર
  • સામાન્ય વિદ્યાર્થી માટે વિકલ્પ A દ્રષ્ટિહીન માટે વિકલ્પ B

Board Exam : 2026માં ધો.10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રોમાં ફેરફાર થશે. જેમાં સુરતમાં શિક્ષણમંત્રી Praful Pansheriyaનું નિવેદન સામે આવ્યું છે. તેમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે 2026થી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર કરાશે. તથા ધો. 10 અને ધો.12ની પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરાશે. સામાન્ય વિદ્યાર્થી માટે વિકલ્પ A દ્રષ્ટિહીન માટે વિકલ્પ B રહેશે. 2025માં પશ્નોના વિકલ્પોને લઈ વિદ્યાર્થી મૂંઝવણમાં હતા.

Class 10 Board Exams @ Gujarat First

Advertisement

નકશા આધારિત પ્રશ્નો માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ માટે હશે

નકશા આધારિત પ્રશ્નો માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ માટે હશે. તથા ગત વર્ષે તમામ વિદ્યાર્થીઓને એક જ પ્રશ્નપત્ર મળ્યું હતું. ગેરસમજ ટાળવા બોર્ડે આ વર્ષે નવું પરિરૂપ જાહેર કર્યું છે. જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષ 2026થી ધો. 10 અને ધો.12ની પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કર્યું છે. જેમાં ધોરણ 10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રમાં ફેરફારમાં આવશે.

Advertisement

સામાન્ય વિદ્યાર્થી માટે વિકલ્પ A અને દ્રષ્ટિહીન માટે વિકલ્પ B રહેશે. તથા 2025ની ધો.10-12ની પરીક્ષામાં પ્રશ્નોના વિકલ્પોને લઈ વિદ્યાર્થી મૂંઝવણમાં મૂકાયા હતા. તેમાં હવે ધોરણ-10 અને ધોરણ-12ના પ્રશ્નપત્રોમાં ચિત્ર, આલેખ,ગ્રાફ કે નકશા આધારિત પ્રશ્નો માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ માટે હશે. જ્યારે તેના વિકલ્પ રૂપે આપેલા પ્રશ્નો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે રહેશે.

Board Exam : ગેરસમજ ટાળવા માટે જ બોર્ડે આ વર્ષે નવું પરિરૂપ જાહેર કર્યું

ગત વર્ષે યોજાયેલી જાહેર પરીક્ષામાં ધો.10 અને ધો.12 માટે નિયમિત અને દ્રષ્ટિહીન બંને વિદ્યાર્થીઓને એક જ પ્રશ્નપત્ર મળતું હતું. તેમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો મૂકાયેલા હોવાથી નિયમિત વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. કેટલાક વિદ્યાર્થીઓ દ્રષ્ટિહીન માટેના સરળ પ્રશ્નોના જવાબ લખીને આવ્યા હતા. આ ગેરસમજ ટાળવા માટે જ બોર્ડે આ વર્ષે નવું પરિરૂપ જાહેર કર્યું છે. આ ફેરફારથી કોઈપણ વિદ્યાર્થી મૂંઝવણમાં નહીં પડે. તથા પરીક્ષાનો ન્યાયસંગત માહોલ રહેશે. આ બાબતની પૂરતી જાણ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને કરાવવામાં આવશે.

આ પણ વાંચો: PM Modi Mann ki baat: પૂર અને વરસાદને કારણે ભારે નુકસાન, દરેક પીડિતનું દુઃખ આપણું દુઃખ

Tags :
Advertisement

.

×