ભ્રષ્ટાચારમાં અવલ્લ મહેસૂલ વિભાગના બે કર્મચારીને ACB Gujarat એ 9 લાખ અને 2.50 લાખની લાંચ લેતા પકડ્યાં
ACB Gujarat એ ઘણાં દિવસો બાદ એક જ દિવસમાં લાખો રૂપિયાની લાંચ લેતા બે સરકારી બાબુઓને પકડી પાડ્યાં છે. એસીબીએ નોંધેલા બે કેસ રાજ્યના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) માં ચાલતા બેફામ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. ACB Gujarat એ વર્ગ-3ના બે કર્મચારીઓને રૂપિયા 9 લાખ અને 2.50 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેતાં મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચારીઓ ફફડી ગયા છે.
લાંચમાં ભાવતાલ બાદ ફરિયાદીએ ACB Gujarat ને જાણ કરી
મહેસાણાના જોટાણા તાલુકાના ઇજપુરા (જેઠાજી) ગામે આવેલી જમીન બિનખેતી (Non Agriculture) કરવા માટે મહેસાણા કલેકટર કચેરીમાં અરજી કરી હતી. Mahesana Collector Office માં જમીન શાખામાં રેવન્યુ કલાર્ક તરીકે ફરજ બજાવતા વિશ્વજીત ખેંગારભાઈ કમલેકરે શરૂઆતમાં પ્રતિ ચોરસ ફૂટ 50 રૂપિયા લેખે ઉચ્ચક 23 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જમીન માલિકે કારકૂન વિશ્વજીત કમલેકર (Revenue Clerk Vishwajit Kamlekar) સાથે રકઝક અને ભાવતાલ કરતાં અંતે 9 લાખ રૂપિયા નક્કી થયા હતા. આ રકમ જમીન માલિક આપવા માગતા નહીં હોવાથી તેમણે ACB Gujarat ની મુખ્ય કચેરી ખાતે સંપર્ક કર્યો હતો. PI S N Barot અને PI D B Maheta એ કલેકટર કચેરીમાં ટ્રેપ ગોઠવી વિશ્વજીત કમલેકરને 9 લાખની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો.
2.50 લાખ લેતા ભ્રષ્ટાચારી સબ રજિસ્ટારને ACB Gujarat એ પકડ્યો
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી સબ રજિસ્ટાર કચેરી (Sub Registrar Office Surat) માં ખેતીની જમીન ખરીદવા ખરીદારે દસ્તાવેજની નોંધણી કરાવી હતી. દસ્તાવેજ માટે નિયમ અનુસાર ખરીદારના વકીલે તમામ ફી ભરી દીધી હતી. આમ છતાં સબ-રજિસ્ટાર મહેશ રણજીતસિંહ પરમારે કોઈ વાંધો નહીં કાઢવા અને સરળતાથી હુકમ કરી આપવા પેટે પ્રથમ 3 લાખ રૂપિયા લાંચ માગી હતી. લાંચ આપવા નહીં માગતા વકીલે ACB Surat નો સંપર્ક કર્યો હતો. PI R K Solanki અને તેમની ટીમે કચેરીમાં ટ્રેપ ગોઠવી લાંચની રકમ અંગે ફરિયાદી સાથે વાતચીત કરી 2.50 લાખ લેતા સબ રજિસ્ટાર મહેશ પરમાર (Mahesh Parmar Sub Registrar) ને પકડી પાડ્યો હતો.


