Bharuch : ઝઘડિયા દુષ્કર્મ મામલે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી આ વાત
- Bharuch ની નિર્ભયાનાં દુષ્કર્મીને આકરી સજા મળશે
- CR પાટીલ અને હર્ષ સંઘવીએ આ મામલે આપી પ્રતિક્રિયા
- પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળશેઃ CR પાટીલ
- આરોપીને કડક સજા મળે તેવા પ્રયાસ ચાલુઃ હર્ષ સંઘવી
ભરૂચનાં (Bharuch) ઝઘડીયામાં દિલ્હીનાં 'નિર્ભયકાંડ' જેવી ઘટના બનતા (Bharuch Nirbhaya' case) સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોપીને જલદી કડકમાં કડક સજા થાય તેવી માગ લોકોએ ઉચ્ચારી છે. ત્યારે આ મામલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ (CR Patil) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવની (Harsh Sanghvi) પ્રતિક્રિયા સામે આવી છે. આરોપીને કડક સજા થશે તેમ બંને મંત્રીઓએ જણાવ્યું છે.
આ પણ વાંચો - CR પાટીલના કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પર આકરા પ્રહાર! કહ્યું - કોંગ્રેસનાં અસ્તિત્વ..!
પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળશે : CR પાટીલ
આજે વડોદરા (Vadodara) શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનાં હસ્તે BJP કાર્યાલયનું લોકાર્પણ કરાયું હતું. દરમિયાન, તેમણે ભરૂચની (Bharuch) ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. CR પાટીલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, આ ઘટના ખૂબ જ દુ:ખદ છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારે પૂરતા પગલાં લીધા છે. તેમણે કહ્યું કે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીને કડક સજા થયા તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, આવા ગંભીર કેસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) કાર્યવાહીનો સીધો આદેશ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) માર્ગદર્શનમાં આ સમગ્ર મામલે કાર્યવાહી થઈ રહી છે. પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળશે.
આ પણ વાંચો - AAP પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, BZ ગ્રૂપ સહિતનાં મુદ્દાઓ પર ઘેરી!
આરોપીને કડક સજા થયા તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે : હર્ષ સંઘવી
બીજી તરફ ભરૂચની નિર્ભયાને (Bharuch Nirbhaya' case) રહેંસનારા નરાધમને આકરી સજા મળશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આરોપીને કડકમાં કડક સજા થયા તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ઝડપથી ચાર્જશીટ થયા તેવા પણ પ્રયાસ ચાલી રહ્યા છે. જણાવી દઈએ કે, ભરૂચનાં ઝઘડિયા GIDC ની આ ક્રૂર ઘટનામાં સગીરાની હાલત હાલ પણ ગંભીર છે. આરોપીએ સગીર સાથે દુષ્કર્મ કર્યા બાદ તેણીનાં ગુપ્તાંગમાં લોખંડનો સળીયો નાખી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ તે વડોદરાની હોસ્પિટલમાં ICU માં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો - VADODARA : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે "નમો કમલમ"નું ઉદ્ધાટન