ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat Police ની ઉત્તરાયણ પહેલા મોટી કાર્યવાહી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કન્ટેનર સાથે એકની ધરપકડ

Surat Police: રૂપિયા 11 લાખથી વધુની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે આરોપી અનિલકુમાર શંકરલાલ મીણાની ધરપકડ કરવામાં આવી છે
08:00 AM Dec 20, 2024 IST | VIMAL PRAJAPATI
Surat Police: રૂપિયા 11 લાખથી વધુની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે આરોપી અનિલકુમાર શંકરલાલ મીણાની ધરપકડ કરવામાં આવી છે
Surat Police
  1. રૂપિયા 11 લાખથી વધુની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત
  2. આરોપી અનિલકુમાર શંકરલાલ મીણાની કરાઈ ધરપકડ
  3. કન્ટેનર અને દોરીના જથ્થા સહિત 21 લાખનો મુદ્દામાલ જપ્ત

Surat Police: ઉત્તરાયણ નજીક આવી રહીં છે, જેથી માર્કેટમાં હવે પતંગ અને દોરાનું વેચાણ ચાલુ થઈ ગયું છે. જો કે, ચાઈનીઝ દોરી પર વર્ષોથી પ્રતિબંધ લાગેલો છે. છતાં પણ કેટલાક વેપારીઓ ચાઈનીઝ દોરીનું વેચાણ કરવાનું વિચારીને માલ મંગાવતા હોય છે. સુરતમાં ચાઈનીઝ દોરી મળતી હોવાનું વારંવાર ધ્યાને આવે છે. જેથી આ વખતે સુરત પોલીસે ઉત્તરાયણના પર્વ પહેલા જ મોટી કાર્યવાહી કરીને મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો: સિરિયલ કિલર અને તાંત્રિક સામે વધુ એક ગુનો દાખલ, મદદ કરનાર અન્ય એક આરોપી પણ ઝબ્બે

રૂપિયા 21 લાખનો મુદ્દામાલ પોલીસ કર્યો જપ્ત

સુરત પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કન્ટેનર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 11 લાખથી વધુની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે આરોપી અનિલકુમાર શંકરલાલ મીણાની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસે કાર્યવાહી કરતા કન્ટેનર અને દોરીના જથ્થા સહિત 21 લાખથી વધુનો મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શા માટે વેપારીઓ ચાઈનીઝ દોરીનું વેચાણ કરવા માંગ છે?

મળતી વિગતો પ્રમાણે ડીંડોલી સાઈ પોઇન્ટ પાસેથી LCB ઝોન-2 ની ટીમ દ્વારા ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો છે પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે વેપારીઓ શા માટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરવા માંગે છે. ઉત્તરાયણ પર્વ પહેલા અબોલ પક્ષીઓ અને માનવ જીવ માટે ઘાતક મોતનો સામાન પોલીસે ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad : રખિયાલમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી!

ભારતમાં આ દોરીનું સપ્લાયર કોણ છે?

અત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો? આ દોરી કોણે મંગાવી હતી? ભારતમાં આ દોરી ક્યાંથી આવી અને કોણ તેનું સપ્લાયર છે? આ તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા અત્યારે LCB દ્વારા ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે અને કાર્યવાહીનો દોર આગળ વધાર્યો છે.

અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો: 'નિર્ભયાકાંડ' નાં કલંક બાદ મંત્રીજીનો 'પ્રાંતવાદ' ! Gujarat First નાં સવાલોથી ગિન્નાયા મંત્રી Kuvarji Halpati!

Tags :
anil minabanned Chinese cordbanned Chinese cord container seizedChinese cordGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsSurat LCB PoliceSurat PoliceSurat Police major operationTop Gujarati NewsUttarayanUttarayan 2025Uttarayan News
Next Article