Valsad: પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે મહારેલી, અનંત પટેલે કહ્યું આપણે ડેમ જોઇતો જ નથી
- ધરમપુર ખાતે આજરોજ આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઇ
- ડેમ હટાવો જળ જંગલ જમીન બચાવોના નારા લાગ્યા
- અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત
Par Tapi Narmada River Link Project Valsad: જિલ્લાના ધરમપુર ખાતે આજરોજ આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઇ છે. જેમાં ડેમ હટાવો જળ જંગલ જમીન બચાવોના નારા સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા છે. આ રેલી પાર તાપી રીવર લિંક યોજનાના વિરોધમાં યોજાઇ છે. વાસદાના MLA Anant Patel ની આગેવાનીમાં રેલી યોજાઇ છે. જેમાં ગુજરાત Congress ના પ્રમુખ અમિત ચાવડા પર હાજર રહ્યા છે. તથા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આ યોજના રદ થઈ ગઈ હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ આજરોજ આ રેલી યોજાઇ અને શ્વેત પત્રની માંગ સાથે રેલી યોજાઈ છે.
Par-Tapi-Narmada River Link Project સામે વિરોધ | Gujarat First
Dang જિલ્લામાંથી રેલીમાં જતા લોકોને પોલીસે અટકાવ્યા
પોલીસે અટકાવતા લોકોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો
ડાંગ જિલ્લાના કોંગ્રેસના આગેવાનોને પોલીસે રોક્યા
Dharampur માં MLA Anant Patel ની આગેવાનીમાં છે રેલી#Gujarat… pic.twitter.com/ihzFpAEiZ8— Gujarat First (@GujaratFirst) August 14, 2025
સરકારના ડોક્યુમેન્ટ ઉપર અને સરકારના નેતાઓના વચન ઉપર આદિવાસીઓને ભરોસો નથી
સરકારના ડોક્યુમેન્ટ ઉપર અને સરકારના નેતાઓના વચન ઉપર આદિવાસીઓને ભરોસો નથી તે માટે શ્વેત પત્રની માંગ સાથે આ રેલી યોજાઇ છે. નાસિકથી લઈ વ્યારા સુધીમાં નવ જેટલા ડેમો પાર Tapi નર્મદા રિવરલીંક યોજના હેઠળ બનવાના છે જેને લઇ આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યો છે. એક લાખથી વધુ લોકો વિસ્થાપિત થવાના છે જેને લઇ આદિવાસી સમાજ વર્ષોથી વિરોધ કરતા આવ્યો છે. 2022 માં રાજ્યના Chief Minister Bhupendra Patel એ સુરત ખાતે પત્રકાર પરિષદયોજી આ યોજના રદ થઈ ગઇ હોવાની વાત કરી હતી ત્યારે આ આંદોલન થંભી ગયો હતો. પરંતુ ફરી એકવાર ચોમાસુ સત્રમાં આ પ્રોજેક્ટનું ડીપીઆર અંગે પ્રશ્ન પૂછાતા આ ડીપીઆર અપલોડ કરવામાં આવતા ફરી એકવાર પાર તાપી રિવર લીંક નું ભૂત ધૂણી ઉઠ્યું છે.
Par Tapi Narmada River Link Project આજરોજ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરમપુરમાં જોડાયા
આદિવાસી નેતા અને વાંસદાના MLA Anant Patel ની આગેવાનીમાં આજરોજ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરમપુરમાં જોડાયા હતા. તથા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ રેલીમાં કોંગ્રેસી નેતા અમિત ચાવડા પણ જોડાયા હતા. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ (Par Tapi Narmada River Link Project) ના વિરોધમાં આજે મોટી રેલી યોજાઈ રહી છે. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સૈંકડો લોકો ટ્રક ભરી ભરીને ઉમટ્યા છે. રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ (Par-Tapi Narmada River Link Project) શું છે?
પાર, તાપી અને નર્મદા એ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.
આ પણ વાંચો: Uttar Pradesh Assembly Monsoon Session: અખિલેશના PDA પર યોગી આદિત્યનાથનો પ્રહાર


