ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

WhatsAppમાં શરૂ થયું Chat Filter ફીચર,જાણો કેવી રીતે કરી શકશો ઉપયોગ

WhatsApp નો ઉપયોગ બાળકોથી લઇને વૃદ્વો કરે છે.ઘણા લોકો WhatsApp નો ઉપયોગ હવે પોતાના Business માટે પણ કરતા હોય છે. ઘણી વાર વોટ્સએપમાં એટલા બધા ગૃપમાં આપણે એડ હોઇએ છીએ કે, કોઈ મહત્વનો મેસેજ વાંચવાનો રહી જાય તો નવાઇ નહી.આવુ...
07:55 PM Dec 19, 2023 IST | Hiren Dave
WhatsApp નો ઉપયોગ બાળકોથી લઇને વૃદ્વો કરે છે.ઘણા લોકો WhatsApp નો ઉપયોગ હવે પોતાના Business માટે પણ કરતા હોય છે. ઘણી વાર વોટ્સએપમાં એટલા બધા ગૃપમાં આપણે એડ હોઇએ છીએ કે, કોઈ મહત્વનો મેસેજ વાંચવાનો રહી જાય તો નવાઇ નહી.આવુ...

WhatsApp નો ઉપયોગ બાળકોથી લઇને વૃદ્વો કરે છે.ઘણા લોકો WhatsApp નો ઉપયોગ હવે પોતાના Business માટે પણ કરતા હોય છે. ઘણી વાર વોટ્સએપમાં એટલા બધા ગૃપમાં આપણે એડ હોઇએ છીએ કે, કોઈ મહત્વનો મેસેજ વાંચવાનો રહી જાય તો નવાઇ નહી.આવુ તમારી સાથે પણ બન્યુ હશે. પરંતૂ કંપનીએ આનુ પણ સોલ્યુશન લાવી દીધુ છે.

વિશ્વમાં લગભગ 2 અબજ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આને ધ્યાનમાં રાખીને, હવે તેમના માટે ચેટ ફિલ્ટર રજૂ કરવામાં આવ્યું છે.કંપની ચેટ ફિલ્ટર્સ લાવી રહી છે કે, જેનાથી યુઝર્સના WhatsApp પર કોઈ મહત્વપૂર્ણ અપડેટ રહી ન જાય, કે મેસેજ છુટી ન જાય.

 

WABetaInfo એ આ નવા ફીચર વિશે માહિતી આપી છે. WABetaInfo એ આનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ ફીચર યુઝર્સને એક નવો અનુભવ આપશે, જેની મદદથી તમે હવે તમારી પસંદ મુજબ ચેટને કસ્ટમાઇઝ કરી શકશો.

 

કોણ યુઝ કરી શકશે આ ફિચર?

આ સુવિધા હાલમાં માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં જ દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે. શેર કરેલ સ્ક્રીનશોટ મુજબ, WhatsApp યુઝર્સ હવે ચેટમાં ત્રણ ફિલ્ટર મળશે: Unread, Contacts અને Groups.

તેની મદદથી યુઝર્સ તેમની સુવિધા અનુસાર તરત જ ચેટ એક્સેસ કરી શકશે. અનરીડ ફિલ્ટરમાં, યુઝર્સને તે ચેટ્સ દેખાશે જે ખોલવામાં આવી નથી. કોન્ટેક્ટ્સમાં, ફોનબુકમાં સેવ કરેલા નંબરના મેસેજીસ દેખાશે અને ગ્રુપ ફિલ્ટર યુઝર્સને ગ્રુપ ચેટ્સ બતાવશે. જે યુઝર્સ લાંબી ચેટ દરમિયાન ઘણા મેસેજ મિસ કરતા હતા તેઓને આનો સૌથી વધુ ફાયદો થશે.

 

રોલઆઉટ ક્યારે થશે?

હાલમાં, WhatsAppના બીટા વેબ યુઝર્સ ટ્રાઇ કરી શકશે. હાલમાં આ ફીચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય બાદ આ ફીચર વોટ્સએપના તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરી શકાય છે. ચેટ ફિલ્ટર ફીચરને WhatsApp વેબના લેટેસ્ટ વર્ઝનથી ચેક કરી શકાય છે.

 

આ પણ વાંચો-આધુનિક દુનિયામાં પ્રકૃતિના પતન માટે શું ઈન્ટરનેટ સ્પીટ જવાબદાર?

 

Tags :
feature startedNow Chat FilterWhatsApp updetWhatsAppBusiness
Next Article