WhatsApp પર સરળતાથી Aadhar Card ડાઉનલોડ કરો, આ રહ્યા સ્ટેપ્સ
- આધાર કાર્ડ મેળવવું હવે સૌથી સરળ બન્યું
- વોટ્સએપ પર અમુક સ્ટેપ્સ અનુસરીને તમને આધાર કાર્ડની પીડીએફ મળી જશે
- આગામી સમયમાં આધાર માટે નવી એપ લોન્ચ કરવાનું પણ આયોજન
Aadhar Card On WhatsApp : આધાર કાર્ડ (Aadhar Card) દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અને ફરજિયાત ઓળખ કાર્ડ (Identity Card - Aadhar Card) પૈકીનું એક છે. UIDAI અને સરકારની પહેલ હેઠળથી હવે લોકો કોઈપણ વધારાની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના WhatsApp પર MyGov હેલ્પડેસ્ક ચેટબોટ દ્વારા સીધા જ તેમના આધાર કાર્ડને સુરક્ષિત રીતે ડાઉનલોડ કરી શકશે. આ સુવિધા ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે મદદરૂપ છે, જેઓ દર વખતે લોગિન કરવા અથવા OTP જનરેટ કરવા માટે પોર્ટલની મુલાકાત લેવાની ઝંઝટથી બચવા માંગે છે. ચાલો જાણીએ WhatsApp પર આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
WhatsApp પર આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે જરૂરી બાબતો
- મારા આધાર સાથે લિંક થયેલો મોબાઇલ નંબર તમારી પાસે રાખો
- એક એક્ટિવ Digi Locker એકાઉન્ટ (જો તમારી પાસે DigiLocker એકાઉન્ટ નથી, તો તમે તેને વેબસાઇટ અથવા એપ્લિકેશન પર બનાવી શકો છો)
- My Gov Helpdesk નો સત્તાવાર WhatsApp નંબર: +91-9013151515 તમારા ફોનમાં સેવ કરો
WhatsApp પરથી આધાર ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
- સૌ પ્રથમ, તમારા ફોનમાં 'My Gov Helpdesk' નામથી +91-9013151515 નંબર સેવ કરો.
- હવે WhatsApp પર જાઓ અને આ નંબર સાથે ચેટ કરવાનું શરૂ કરો.
- ચેટમાં 'Hi' અથવા 'Namaste' લખો.
- આ પછી, તમારી સામે આવતા વિકલ્પોમાંથી 'Digi Locker Services' નો વિકલ્પ પસંદ કરો.
- હવે તમને Digi Locker એકાઉન્ટ વિશે પૂછવામાં આવશે. જો તમારી પાસે Digi Locker એકાઉન્ટ નથી, તો તેને બનાવો.
- પછી તમારો 12-અંકનો આધાર નંબર દાખલ કરો.
- આ પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને ચેટમાં દાખલ કરો.
- વેરિફિકેશન પૂર્ણ થયા પછી, ચેટબોટ તમને Digi Locker માં હાજર બધા દસ્તાવેજો બતાવશે.
- યાદીમાંથી આધાર પસંદ કરવા માટે, તેનો નંબર લખો.
- આ પછી, થોડીક સેકન્ડોમાં તમારું આધાર કાર્ડ WhatsApp ચેટ પર PDF ફાઇલ તરીકે આવશે.
- બસ, હવે તમે આ PDF ફાઇલ ડાઉનલોડ કરીને તમારું આધાર કાર્ડ જોઈ શકો છો.
e-Aadhaar એપ ટૂંક સમયમાં લોન્ચ થશે
આધાર કાર્ડ ધારકો માટે વધુ એક મોટા રાહતના સમાચાર છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એક નવી મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી રહી છે. આ એપ નામ, સરનામું, જન્મ તારીખ અને ફોન નંબર જેવી મહત્વપૂર્ણ આધાર સંબંધિત માહિતી અપડેટ કરવાની સુવિધા પૂરી પાડશે.
આ પણ વાંચો ------ જાણો કોણ છે અબ્દુલ ચૌધરી? જેણે apple માટે ડિઝાઈન કર્યો છે સૌથી પાતળો iPhone Air


