અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીને વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત 'ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ'
- અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીને વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો
- ધોરણ 12 નાં આહાન પ્રજાપતિને 'ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ' મળ્યો
- આહાન પ્રજાપતિ જન્મજાત રંગ અંધત્વની ખામી ધરાવતા હતો
- AI-સંચાલિત મશીન-લર્નિંગ મોડેલનાં પ્રોજેક્ટને વૈશ્વિક કક્ષાએ શાળા અને વિદ્યાર્થીનું નામ રોશન કર્યુ
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં (Adani International School) વિદ્યાર્થીનાં પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે. જન્મજાત રંગ અંધત્વની ખામી ધરાવતા ધોરણ 12 નાં આહાન પ્રજાપતિને (Aahan Ritesh Prajapati) આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ (યુકે)મળ્યો છે.સમાવિષ્ટ શિક્ષણમાં દીવાદાંડી સમાન AI-સંચાલિત મશીન-લર્નિંગ મોડેલનાં પ્રોજેક્ટને વૈશ્વિક કક્ષાએ શાળા અને વિદ્યાર્થીનું નામ રોશન કર્યુ છે. નમ્રતા અદાણીનાં (Ms Namrata Adani) માર્ગદર્શન હેઠળ ચાલતી અદાણી ઈન્ટરનેશલ સ્કૂલમાં આહાનની પીડા સમજી તેને યોગ્ય પ્લેટફોર્મ પુરું પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - શું છે Vikram 32 bit Chipset, જેની PM Modi ને મળી છે ગિફ્ટ !
જન્મજાત લાલ-લીલા રંગ પ્રત્યે રંગ અંધત્વ (Colour-Blind) ધરાવતો આહાન વિજ્ઞાનનાં વિષયમાં રંગો આધારિત કોયડાઓ, નકશા, સામયિક કોષ્ટકો અને આકૃતિઓ ડીકોડ નહતો કરી શકતો. જો કે, તેના મિત્રો તેની મુંઝવણ સમજી શકતા હતા.અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં તેના શિક્ષકો અને માર્ગદર્શકો દ્વારા 17 વર્ષીય આહાનને કૃત્રિમ બુદ્ધિ (AI) ઉપયોગ કરીને પાઠ્ય પુસ્તકની છબીઓને અનુકૂલિત કરવાની શોધ શરૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.
રંગ-અંધત્વ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પાઠ્ય પુસ્તકની છબીઓને ઉકેલવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવાના તેમના સંશોધનને કારણે હવે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પરમાન્યતા સાથે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ (Crest Gold Award) મળ્યો છે.
આહાને ડિઝાઈન કરેલ AI-સંચાલિત મશીન-લર્નિંગ મોડેલ 99.7% ચોકસાઈ સાથે નકશાઓ, આકૃતિઓ શિક્ષણ સામગ્રીમાં ફેરફાર કર્યા વિના ડીકોડ કરી શકે છે. અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલનાં આહાનનો આ પ્રોજેક્ટ IIT દિલ્હી ખાતે AI અને આરોગ્ય સંભાળ પરની ઇન્ડો-ફ્રેન્ચ કોન્ફરન્સમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને ન્યૂયોર્કમાં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ હાઇસ્કૂલ રિસર્ચ દ્વારા પ્રકાશનમાં તે સ્વીકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - World First 6G Chip: ચીને વિશ્વની પહેલી 6G ચિપ વિકસાવી, ઇન્ટરનેટ સ્પીડ 5 હજાર ગણી વધશે
રંગઅંધત્વ ધરાવતા વિદ્યાર્થીઓને ઉડ્ડયન, સંરક્ષણ અને એન્જિનિયરિંગમાં કારકિર્દીનાં વિકલ્પો બંધ થઈ જાય છે. વિશ્વભરમાં લગભગ 8% છોકરાઓ અને 0.5% છોકરીઓ રંગ અંધત્વથી પીડાય છે.જો કે, ઘણીવાર શાળાઓનું તેમાં ધ્યાન બહાર આવતું નથી. આહાનના કિસ્સામાં શાળાએ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.
મોડલનાં સફળ પરિક્ષણ માટે આહાને ચાર જિલ્લાઓમાં સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં 30 શાળાઓમાં 10,000 થી વધુ વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને 131 વિદ્યાર્થીઓને રંગ અંધત્વ હોવાનું જાણવા મળ્યું હતું. આહાન ((Aahan Ritesh Prajapati)) જણાવે છે કે "રંગોથી મૂંઝવણમાં રહેવું અને અવગણના અનુભવવી તે ખૂબ જ આકરું હોય છે. જો મારા આ કામને કારણે એક પણ બાળક સારી રીતે જોઈ અને શીખી શકે, તો હું તેને સફળતા માનીશ, સફળતાની આ યાત્રામાં અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલે મને મહત્વનું પ્લેટફોર્મ પુરું પાડ્યું છે."
આ પણ વાંચો - Paytm Shutdown : શું 31 ઓગસ્ટથી બંધ થઈ જશે Paytm UPI?,વાંચો અહેવાલ