ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ વિમાન બોઈંગ 787-8 ડ્રીમ લાઈનર @ અ ગ્લાન્સ

આજે ગુરુવારે બપોરે અમદાવાદમાં લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. એર ઈન્ડિયા દ્વારા આ ફ્લાઈટ માટે વિમાન બોઈંગ 787-800 ડ્રીમ લાઈનર (Boeing 787-8 Dreamliner) ને ડિપ્લોય કરવામાં હતું. આ વિમાનના ટેકનિકલ એનાલિસીસ વિશે જાણો.
07:20 PM Jun 12, 2025 IST | Hardik Prajapati
આજે ગુરુવારે બપોરે અમદાવાદમાં લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. એર ઈન્ડિયા દ્વારા આ ફ્લાઈટ માટે વિમાન બોઈંગ 787-800 ડ્રીમ લાઈનર (Boeing 787-8 Dreamliner) ને ડિપ્લોય કરવામાં હતું. આ વિમાનના ટેકનિકલ એનાલિસીસ વિશે જાણો.
Ahmedabad Plane Crash Gujarat First

Ahmedabad Plane Crash : આજે 12મી જૂન, ગુરુવારે બપોરે એર ઈન્ડિયાની AI 171 ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. એર ઈન્ડિયા દ્વારા આ ફ્લાઈટ માટે વિમાન બોઈંગ 787-8 ડ્રીમ લાઈનર (Boeing 787-800 Dreamliner) ને ડિપ્લોય કરવામાં હતું. આ વિમાન વિશેની ટેકનિકલ માહિતી વિશે અમે આપને જણાવી રહ્યા છીએ. જેમાં આ વિમાનની કિંમત, તેના ફીચર્સ, તેની ટેકનોલોજી, તેમાં વપરાતું ફ્યુઅલ વગેરે માહિતીનો સમાવેશ થાય છે.

બોઈંગ 787-8 ડ્રીમ લાઈનર @ અ ગ્લાન્સ

એર ઈન્ડિયાએ અમદાવાદથી લંડનના રૂટ પર બોઈગ 787-8 ડ્રીમલાઈનર વિમાનને ડિપ્લોય કર્યુ હતું. આ વિમાનનું આયુષ્ય અંદાજે 30થી 50 વર્ષ જેટલું ગણવામાં આવે છે. આમ, આ બોઈંગ 787-8 વિમાન લાંબો સમય સેવા આપવા સક્ષમ હોય છે. તેનો સામાન્ય રીતે લાંબા અંતરની મુસાફરી માટે ઉપયોગ થાય છે. આ વિમાન 44 હજાર ફ્લાઈટ ઉડવા ભરી શકે તેવી રીતે નિર્માણ કરવામાં આવે છે. બોઈગ 787-8 ડ્રીમલાઈનર વિમાનની અંદાજિત કિંમત 2.18 હજાર કરોડ રૂપિયા જેટલી હોય છે.

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ મામલો, આણંદના ઉમરેઠ, વાસદના લોકો પણ પ્લેનમાં હતા સવાર

1.5 લાખ લીટરની ફ્યુઅલ કેપેસિટી

બોઈગ 787-8 ડ્રીમલાઈનર વિમાન બોઈંગ 777 કરતા ઓછું ઈંધણ વાપરે છે. તેમ છતાં તેને ઉડાવવા માટે એક કલાકમાં 5000 લિટર ATF ની જરૂર પડે છે. AI 171 નો ફ્લાઈટ ટાઈમિંગ 9 કલાક 45 મિનિટનો હતો. એટલે કે લગભગ 50,000 લિટર ATF ફક્ત ઉડાન માટે જરૂરી છે. તે ઉપરાંત રિઝર્વ અને ઈમરજન્સી માટે પણ વિમાનમાં હજારો લિટર ATF ભરવામાં આવે છે.

રેન્જ 13 હજાર કિલોમીટર

અમદાવાદથી લંડન જઈ રહેલા બોઈગ 787-8 ડ્રીમલાઈનર વિમાનની ફ્લાઈટ રેન્જ 13,000 કિલોમીટરની હોય છે. આ ઉપરાંત આ વિમાનની સીસ્ટમમને હેકિંગથી બચાવતી એડવાન્સ સાઈબર સિક્યોરિટી મેજર્સથી સજ્જ હોય છે. પાયલોટને ચોક્કસ નેવિગેશન મેળવવા માટે GPS અને ILS જેવી અદ્યતન સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Ahmedabad plan crash: 4 IAS અધિકારીઓને સિવિલમાં ઇમરજન્સી ડ્યુટીમાં મુકાયા

Tags :
AhmedabadPlaneCrashAI171crashAI171flightaccidentAircraftAircraftrangeBoeing787AirIndiaATFfuelconsumptionaircraftBoeing 787-800 DreamlinerBoeing787-800crashBoeing787800lifespanBoeing787crashnewsBoeingDreamlinercrashtodayDreamliner787safetyfeaturesDreamlinercrashinAhmedabadfuelcapacityBoeing787Gujarat FirstGUJARAT FIRST NEWSLondonflightcrashtechnicalspecs
Next Article