ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું તમે Reliance Jio યુઝર્સ છો ? તો આ રીતે મેળવો મફતમાં YouTube પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન!

ફીચર્સની વાત કરીએ તો, યુઝર્સ YouTube Music અને YouTube વીડિઓઝ બંને માટે જાહેરાત-મુક્ત સ્ટ્રીમિંગનો આનંદ માણી શકે છે.
08:04 AM Jan 13, 2025 IST | Vipul Sen
ફીચર્સની વાત કરીએ તો, યુઝર્સ YouTube Music અને YouTube વીડિઓઝ બંને માટે જાહેરાત-મુક્ત સ્ટ્રીમિંગનો આનંદ માણી શકે છે.
સૌજન્ય : Google
  1. 2 વર્ષ માટે ફ્રી યુટ્યૂબ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન આપે છે Reliance Jio!
  2. JioFiber અને JioAirFiber નાં વિવિધ રિચાર્જ પ્લાનમાં મળે છે આ સુવિધા
  3. યુઝર્સ YouTube પર જાહેરાત-મુક્ત સ્ટ્રીમિંગનો આનંદ માણી શકે છે!

રિલાયન્સ જિયોએ (Reliance Jio) બે વર્ષ માટે ફ્રી યુટ્યૂબ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન (YouTube Premium Subscription) આપવાની જાહેરાત કરી છે. પસંદગીનાં JioFiber અને Jio AirFiber યુઝર્સ આ સુવિધાનો લાભ મેળવી શકે છે. જો તમે પણ યુટ્યૂબ પર જાહેરાત-મુક્ત અનુભવ લેવા ઇચ્છતા હો, તો આ તક તમારા માટે ખાસ હોઈ શકે છે. આનો લાભ કેવી રીતે મેળવી શકાય અને આ માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે. જાણો અહીં સંપૂર્ણ વિગત...

રિપોર્ટ અનુસાર, JioFiber અને JioAirFiber નાં 888 રૂપિયા, 1,199 રૂપિયા, 1,499 રૂપિયા, 2,499 રૂપિયા અને 3,499 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં YouTube પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની સુવિધા મફતમાં આવવામાં આવે છે.

 આ પણ વાંચો - Google માં આવી રહ્યું છે આ નવું ફીચર્સ, તમને રોજ સવારે 5 મિનિટ સંભળાવશે..

ફીચર્સની વાત કરીએ તો, યુઝર્સ YouTube Music અને YouTube વીડિઓઝ બંને માટે જાહેરાત-મુક્ત સ્ટ્રીમિંગનો આનંદ માણી શકે છે. વધુમાં, જ્યારે તમારી સ્ક્રીન લૉક હોય અથવા મલ્ટીટાસ્કિંગ કરતી વખતે તે તમને બેકગ્રાાઉન્ડમાં વીડિઓઝ ચલાવવાની મંજૂરી આપશે. સાથે જ તમે પછીથી જોવા માટે વીડિઓઝને ડાઉનલોડ પણ કરી શકો છો.

YouTube મ્યુઝિક સ્ટ્રીમિંગ એપનો ઑફલાઇન, જાહેરાત-મુક્ત પ્લેબેક વિકલ્પ

આમાં, ઇન-ફ્લાઇટ મનોરંજનનો લાભ પણ મેળવી શકાય છે, જેમાં તમે ઇન્ટરનેટ ઍક્સેસ વિના આ બધી વસ્તુઓનો આનંદ માણી શકો છો. તે YouTube મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્લિકેશનનો ઑફલાઇન અને જાહેરાત-મુક્ત પ્લેબેક વિકલ્પ પણ પ્રદાન કરશે.

 આ પણ વાંચો - Amazon એ લોન્ચ કરી Alexa ઇનેબ્લડ સ્માર્ટ એલાર્મ ઘડિયાળ Echo Spot, જાણો અદ્ભુત ફીચર્સ અને કિંમત

કંપનીનો શું છે હેતુ ?

આ ઓફર સાથે, ટેલિકોમ ઓપરેટરનો ઉદ્દેશ્ય Jio ની બ્રોડબેન્ડ (broadband) અને પોસ્ટપેઇડ સેવાઓનો અનુભવ વધારવાનો છે. Jio કોઈપણ વધારાનાં ખર્ચ વિના YouTube પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ઓફર કરીને વધુમાં વધુ ગ્રાહકોને આકર્ષવા માંગે છે. જો YouTube પ્રીમિયમનું સબ્સ્ક્રિપ્શન લેવામાં આવે તો આખા વર્ષ માટે તેનો ખર્ચ 3,000 રૂપિયા જેટલો થઈ શકે છે. પરંતુ, જિયો આ સુવિધાનો લાભ તેના કેટલાક પ્લાનમાં કોઈ પણ ચાર્જ વગર આપી રહ્યું છે.

 આ પણ વાંચો - આ બ્રાન્ડ ભારતમાં એક કે બે નહીં પરંતુ 14 મોટરસાયકલ લોન્ચ કરશે, જાણો વિગતે

Tags :
Breaking News In GujaratiFree YouTube Premium SubscriptionGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsJio AirFiberJio PostpaidJio's broadbandJioFiberLatest News In GujaratiNews In GujaratiReliance JioTechnology News
Next Article