Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Best Budget Bikes: તહેવારની સિઝનમાં ખરીદો આ પાંચ બેસ્ટ બાઇક, જાણો દમદાર લુક સાથે શાનદાર ફિસર્સ

નવું ટુ-વ્હીલર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે બજારમાં ઘણી ૧૦૦-૧૧૦cc સેગમેન્ટની બાઇક્સ હવે ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે
best budget bikes  તહેવારની સિઝનમાં ખરીદો આ પાંચ બેસ્ટ બાઇક  જાણો દમદાર લુક સાથે શાનદાર ફિસર્સ
Advertisement
  • તહેવારની સિઝનમાં ખરીદો Best Budget Bikes
  • 80 હજારથી ઓછી કિંમતમાં મળશે બેસ્ટ ફિચર્સ બાઇક
  • 100 -110 CCની બાઇક કે જે માઇલેજ પણ વધારે આપશે

ભારત સરકારે GSTના સ્લેબમાં મોટો ફેરફાર કરતા અનેક વસ્તુઓના ભાવ ઘટ્યા છે. આ કારણે આ તહેવારોની સિઝનમાં નવું ટુ-વ્હીલર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે બજારમાં ઘણી ૧૦૦-૧૧૦cc સેગમેન્ટની બાઇક્સ હવે ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. જો તમારું બજેટ ₹80,હજારથી ઓછું હોય, તો અહીં કેટલીક શ્રેષ્ઠ બાઇકો તમારા માટે ઉપલબ્ધ છે.

Best Budget Bikes   Honda Shine 100:

ભરોસાપાત્ર અને સારી માઇલેજવાળી બાઇક લેવા માટે Honda Shine 100 એક ઉત્તમ પસંદગી છે. નવી GST દરો પછી, તેની એક્સ-શોરૂમ કિંમત હવે માત્ર ₹63,191 થઈ ગઈ છે.

Advertisement

એન્જિન: ૯૮.૯૮cc, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ, એર-કૂલ્ડ (eSP ટેકનોલોજી સાથે).

Advertisement

સુવિધાઓ: ૪-સ્પીડ ગિયરબોક્સ અને ઇલેક્ટ્રિક સ્ટાર્ટ

Best Budget Bikes   Bajaj CT 110X: વધુ પાવર, ઓછી કિંમત

જો તમને તમારે બાઇકમાં થોડી વધુ શક્તિ અને પરફોર્મન્સ જોઈતું હોય, તો Bajaj CT 110X ચેક કરી શકાય.

એન્જિન: ૧૧૫.૪૫cc, સિંગલ-સિલિન્ડર, જે ૮.૪hp પાવર આપે છે.

કિંમત: GST ફેરફાર પછી એક્સ-શોરૂમ કિંમત ₹૬૭,૨૮૪ છે.

Best Budget Bikes ,  Bajaj Platina 110: માઇલેજ કિંગ

Bajaj Platina 110 તેની મજબૂત માઇલેજ માટે ખૂબ જ લોકપ્રિય છે. કિંમતમાં ઘટાડા પછી તેનો ડ્રમ બ્રેક વેરિઅન્ટ માત્ર ₹૬૯,૨૮૪ (એક્સ-શોરૂમ)માં ઉપલબ્ધ છે.

Hero Splendor Plus: લોકપ્રિયતાનો તાજ

વ્યવહારુ રાઇડિંગ અને ઓછા મેન્ટેનન્સ ખર્ચને કારણે Hero Splendor Plus ભારતીય બજારમાં પ્રભુત્વ ધરાવે છે. જોકે GST બાદ તેની કિંમતોમાં નજીવો વધારો થયો છે:

ડ્રમ બ્રેક વેરિઅન્ટ: ₹૭૩,૯૦૨ (એક્સ-શોરૂમ).

i3S અને સ્પેશિયલ એડિશન: ₹૭૫,૦૫૫ (એક્સ-શોરૂમ).

Best Budget Bikes, Honda Livo: સુરક્ષા સાથે સ્ટાઇલ

જો તમે ફ્રન્ટ ડિસ્ક બ્રેકની સુરક્ષાને પ્રાધાન્ય આપો છો, તો Honda Livo એક સારો વિકલ્પ છે.

એન્જિન: ૧૦૯.૫૧cc, એર-કૂલ્ડ, ૮.૭૯ PS પાવર.

માઇલેજ: કંપની ૭૦ kmpl માઇલેજનો દાવો કરે છે.

ડિસ્ક બ્રેક વેરિઅન્ટ કિંમત: લગભગ ₹૭૯,૮૦૯ (એક્સ-શોરૂમ).

આ બાઇક્સ આકર્ષક કિંમતો અને ઉત્તમ માઇલેજ સાથે તહેવારોની સિઝનમાં તમારા માટે શ્રેષ્ઠ ખરીદી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો:   WhatsApp લાવ્યું રી-શેર અને ફોરવર્ડની સુવિધા, વાંચો વિગતવાર

Tags :
Advertisement

.

×