ChatGPT Down : વિશ્વમાં ChatGPT થયું ડાઉન, દુનિયા ભરના યુઝર્સ થયા પરેશાન
ChatGPT Down : ChatGPT દુનિયાભરમાં ડાઉન (ChatGPT Down)થયું છે. દુનિયાભરના યુઝર્સ દ્વારા આ વિશે રિપોર્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 515 યુઝર્સ દ્વારા ડાઉનડિટેક્ટર પર રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ સર્વિસ દુનિયાની કોઈ પણ ઓનલાઈન સર્વિસ બંધ થઈ ગઈ હોય તો એને ટ્રેક કરવામાં આવે છે અને એ વિશે રિપોર્ટ આપે છે. અત્યાર સુધીમાં OpenAIનું આ ચેટબોટ ઘણી વાર બંધ થઈ ચૂક્યું છે.
કંપનીએ સાધી ચૂપકી
દુનિયાભરમાં સર્વિસ બંધ થઈ હોવાના રિપોર્ટ થતાં ચેટજીપીટી દ્વારા આ વિશે કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. કેટલાક યુઝર્સનું કહેવું છે કે ચેટજીપીટી ચાલી રહ્યું છે, જોકે કેટલાક યુઝર્સ સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે કે તેમને વેબસાઇટ અને એપ પર નેટવર્ક એરર આવી રહી છે. ડાઉન ડિટેક્ટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ઇશ્યુ ભારતના બપોરના 12:44એ શરૂ થયો હતો. 30 મિનિટની અંદર 515 રિપોર્ટ ફાઇલ થયા હતા.
યુઝર્સમાં બન્યું મજાકનું પાત્ર
ચેટજીપીટી બંધ થતાં દુનિયાભરના ઘણાં વ્યક્તિનું કામ અટકી પડ્યું છે. જોકે કેટલાક યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર એના મીમ બનાવવામાં આવી રહ્યા છે. એક યુઝરે વીડિયો શેર કરીને કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિ X પર જઈ રહ્યા છે કે ચેટજીપીટી ડાઉન થઈ ગયું છે કે શું એ જોવા.’ જોકે એક વ્યક્તિએ મીમ શેર કર્યું હતું જેમાં મગજમાં ચેટજીપીટીનો ડાઉનટાઇમ ચાલી રહ્યો છે એ દેખાડવામાં આવ્યું હતું. આ રીતે ઘણાં ક્રિએટિવ મીમ શેર કરવામાં આવી રહ્યા છે.
Is ChatGPT down, or is he ghosting me? pic.twitter.com/kU5Ry9td50
— BunBrida (@BunBrida) September 2, 2025
ચેટજીપીટીનું સૌથી લાંબું આઉટેજ હતું જૂનમાં
આ પહેલી વાર નથી થયું કે ચેટજીપીટી બંધ થઈ ગયું હોય. આ પહેલાં ઘણી વાર ચેટજીપીટી બંધ થવાના સમાચાર આવ્યા છે. જોકે એ સૌથી લાંબા સમય માટે 2025ની દસ જૂને બંધ થયું હતું. એ સમયે ચેટજીપીટી લગભગ 12 કલાકની આસપાસ બંધ રહ્યું હતું. આ બંધ થવાથી ભારત અને અમેરિકાના યુઝર્સને ખૂબ જ અસર થઈ હતી.
Everyone running to X to see if ChatGPT is down. pic.twitter.com/9DX2fXlQAE
— Heisenberg (@rovvmut_) September 3, 2025
સોશિયલ મીડિયા પર લોકો શું કહી રહ્યા છે?
અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત કેટલાક અન્ય દેશોમાં પણ આવી જ સંખ્યામાં યુઝર્સે આઉટેજની ફરિયાદ કરી હતી. ત્યાં પણ ચેટજીપીટીમાં સમસ્યાઓ નોંધાઈ હતી. એટલું જ નહીં, યુ.એસ.માં 1,200 થી વધુ યુઝર્સે પણ મોડી રાત્રે આઉટેજની ફરિયાદ કરી હતી


