Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

China Longevity Pill: શું માણસ 150 વર્ષ જીવી શકશે?, ચીને કર્યું મોટું સંશોધન, જાણો

China Longevity Pill: વિશ્વભરમાં જિજ્ઞાસા અને શંકા પેદા કરતો એક નવો રિપોર્ટ ચીનમાંથી સામે આવ્યો છે. શેનઝેનમાં આવેલી એક બાયોટેક કંપનીએ દાવો કર્યો છે કે ભવિષ્યમાં માણસ 150 વર્ષ સુધી જીવી શકશે.
china longevity pill  શું માણસ 150 વર્ષ જીવી શકશે   ચીને કર્યું મોટું સંશોધન  જાણો
Advertisement
  • ચીનમાં માણસના આયુષ્યને લઈ થયું સંશોધન
  • માણસ લાંબુ જીવી શકે તેવી Longevity Pill દવાની શોધ!
  • વૈજ્ઞાનિકોએ કર્યા મોટા દાવા

China Longevity Pill:ચીનમાંથી એક એવું શંસોધન કરાયું છે જે માણસની જીજીવિષાને વધુ મજબૂત કરવાની આશા જગાડે છે.  દાવો કરાયો છે કે ચીન (China)માં 150 વર્ષ જીવી શકે તેવી દવાનું પરિક્ષણ કરવામાં આવ્યુ છે. શેનઝેનમાં આવેલી એક બાયોટેક કંપનીએ દાવો છે કે ભવિષ્યમાં માણસ 150 વર્ષ સુધી જીવી શકશે.  Lonvi Biosciences નામની આ કંપનીનું આ મોટું નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે વિશ્વમાં સરેરાશ માનવ આયુ 65થી 70 વર્ષ વચ્ચે છે.

દવા અંગે કંપની શું કહે છે?

Advertisement

Lonvi Biosciences_gujarat_fisrt

Advertisement

કંપનીનું કહેવું છે કે તેઓએ એક વિશેષ પ્રકારની લોંગેવિટી પિલ દવા બનાવી છે, જે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરીને શરીરના જીવનકાળને વધારી શકે છે. આ દવા શરીરની તે જૂની અને નિષ્ક્રિય થઈ ગયેલી કોષોને લક્ષ્ય બનાવે છે જેને વૈજ્ઞાનિકો "ઝોમ્બી સેલ" કહે છે. આ કોષો પોતાને વિભાજિત નથી કરતા પરંતુ શરીરમાં સતત સોજા અને અનેક વૃદ્ધત્વ-સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. વિશ્વભરમાં વૈજ્ઞાનિકો આવા કોષોને નિષ્ક્રિય કરવાના માર્ગો પર સંશોધન કરી રહ્યા છે.આ દવાનું મુખ્ય તત્વ Procyanidin C1 (PCC1) કહેવામાં આવ્યું છે. જે દ્રાક્ષના બીજમાંથી મળતું એક કુદરતી સંયોજન છે. કંપનીનો દાવો છે કે લેબમાં ઉંદર પર કરાયેલા પ્રયોગોમાં તેના અત્યંત નજીકના પરિણામો મળ્યા છે.

ઉંદર પરના પ્રયોગોના પરિણામો શું કહે છે?

Lonvi Biosciences_Gujarat_report

રિપોર્ટ્સ અનુસાર જે ઉંતરોને આ દવા આપવામાં આવી તેમની કુલ આયુ લગભગ 9.4% વધી ગઈ. એટલું જ નહીં સારવાર શરૂ થયા પછી તેમની બાકીની જીવન સંભાવનામાં 64% કરતા વધુ વધારો નોંધાયો. Lonvi Biosciencesનું કહેવું છે કે આ આંકડા સાબિત કરે છે કે સાચા કોષ આધારિત ઉપચાર જીવનકાળને રીતે વધારી શકે છે. કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર લ્યુ કિંગહુઆએ The New York Timesને કહ્યું કે માણસનું 150 વર્ષ સુધી જીવી શકવું સંપૂર્ણપણે શક્ય છે અને આગામી કેટલાક વર્ષોમાં આ દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી શકે છે.

ચીનમાં લાંબી આયુની શોધ કેમ વધી રહી છે?

વર્ષ 2024માં ચીનની સરેરાશ આયુ 79 વર્ષ થઈ ગઈ જે વિશ્વ સરેરાશ કરતા લગભગ 5 વર્ષ વધારે છે. વધતું સંશોધન, સરકારી રુચિ અને ખાનગી રોકાણોએ ચીનમાં લોંગેવિટી વિજ્ઞાન તરફ લોકોનું ધ્યાન આકર્ષ્યું છે. શાંઘાઈના એક લોંગેવિટી સ્ટાર્ટઅપ Time Pieના કો-ફાઉન્ડર ગેન યુએ કહ્યું કે ચીનમાં આ વિષય પર એક મોટો બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે પહેલા ચીનમાં કોઈ લાંબી આયુ વિશે વાત નહોતી કરતું. તે અમેરિકાના અમીર લોકોની રુચિ માનવામાં આવતું, પરંતુ હવે ઘણા ચીની નાગરિકો રસ લઈ રહ્યા છે.

વૈજ્ઞાનિકોની ચેતવણી!

 વૈજ્ઞાનિક સમુદાય આ સંશોધન પર સાવચેતી રાખવા સલાહ આપી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉંદરો પર થયેલા સફળ પરીક્ષણો માત્ર પ્રારંભિક સંકેતો છે. આ દવાની સુરક્ષા અને અસર વિશે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવા પહેલા વિગતવાર અને લાંબા ગાળાના માનવ પરીક્ષણો જરૂરી છે.

આ પણ વાંચોઃ AI ની દુનિયાની પાવરફૂલ અપડેટ, Google નું Gemini -3 લોન્ચ, જાણો ફીચર્સ

Tags :
Advertisement

.

×