Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધનતેરસ 2025: મારુતિએ 50,000 કાર વેચી નવો ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ બનાવ્યો

મારુતિ સુઝુકીએ ધનતેરસ પર 50,000થી વધુ કારની ડિલિવરી કરીને રેકોર્ડ તોડ્યો. GST 2.0 મેજિકથી વેચાણમાં જબરદસ્ત ઉછાળો. હ્યુન્ડાઈએ પણ 20% વૃદ્ધિ નોંધાવી.
ધનતેરસ 2025  મારુતિએ 50 000 કાર વેચી નવો ઓલ ટાઇમ હાઇ રેકોર્ડ બનાવ્યો
Advertisement
  • મારુતિ સુઝુકીનો ધનતેરસ પર વેચાણનો ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ (Dhanteras Car Sales Record) 
  • કંપનીએ બે દિવસમાં 50,000 થી વધુ કારની ડિલિવરી કરી
  • GST 2.0 ના કારણે બુકિંગમાં જબરદસ્ત ઉછાળો
  • હ્યુન્ડાઈના વેચાણમાં પણ 20% ની મજબૂત વૃદ્ધિ નોંધાઈ
  • ગત વર્ષનો 41,500 યુનિટ્સનો રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો

Dhanteras Car Sales Record : આ વર્ષની ધનતેરસ પર ભારતીય બજારે ભારે રોનક જોવા મળી, જેમાં કારના શોરૂમ્સ પર ગ્રાહકોની સૌથી વધુ ભીડ હતી. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (Maruti Suzuki India Limited) એ આ તહેવાર પર કાર વેચાણનો એક એવો નવો ઇતિહાસ રચ્યો છે જે અગાઉ ક્યારેય બન્યો નથી.

કંપનીના અનુમાન મુજબ, આ બે દિવસીય ધનતેરસ સીઝન દરમિયાન 50,000 યુનિટ્સથી વધુ કારોની ડિલિવરી કરીને કંપની ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ બનાવશે. બીજી તરફ, મારુતિની હરીફ કંપની હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા (Hyundai Motor India) એ પણ 14,000 યુનિટ્સનું વેચાણ કરીને ગયા વર્ષની સરખામણીમાં 20% થી વધુ ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.

Advertisement

Dhanteras Car Sales Record

મારુતિ સુઝુકીનો 'GST 2.0 મેજિક' (Dhanteras Car Delivery)

મારુતિ સુઝુકી માટે આ ધનતેરસ સીઝન અત્યાર સુધીની સૌથી સફળ તહેવારી સીઝન સાબિત થઈ રહી છે. કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ એન્ડ સેલ્સ), પાર્થો બેનર્જીએ જણાવ્યું કે બે દિવસમાં કુલ ડિલિવરી 50,000 યુનિટ્સને વટાવી જવાની અપેક્ષા છે.

Advertisement

  • પહેલા દિવસે (શનિવારે) મારુતિએ આશરે 41,000 કારોની ડિલિવરી કરી.
  • કંપનીએ ગ્રાહકોની જબરદસ્ત માંગને પહોંચી વળવા માટે રજાના દિવસે પણ પ્રોડક્શન ટીમને કામે લગાડી હતી.
  • મારુતિનો અગાઉનો સૌથી મોટો ધનતેરસ રેકોર્ડ ગયા વર્ષનો 41,500 યુનિટ્સ નો હતો, જે આ વર્ષે તૂટી ગયો છે.

સુઝુકીએ આ જંગી વેચાણ પાછળનું એક મોટું કારણ 'GST 2.0 મેજિક' ને ગણાવ્યું છે. ટેરિફમાં થયેલા ફેરફારોને કારણે કિંમતો ઓછી થતાં 18 સપ્ટેમ્બરથી કંપનીને સરેરાશ દરરોજ 14,000 બુકિંગ મળી રહ્યા છે. કંપનીને એક મહિનામાં લગભગ 4.5 લાખ બુકિંગ (GST 2.0 Impact Car Price) મળી ચૂક્યા છે.

 Car Sales Record

Car Sales Record

હ્યુન્ડાઈ પણ તેજ ગતિએ (Hyundai Motor India Sales)

મારુતિની જેમ જ હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડે પણ આ તહેવાર પર ઊંચી ગતિ પકડી છે. હ્યુન્ડાઈના MD અને CEO (ડિઝાઈનેટ) તરૂણ ગર્ગે જણાવ્યું કે કંપની લગભગ 14,000 યુનિટ્સ ની ડિલિવરીની આશા રાખે છે, જે ગયા વર્ષના વેચાણ કરતાં 20% વધુ છે. ગર્ગે આ સકારાત્મક માહોલનો શ્રેય તહેવારી ઉત્સાહ અને GST 2.0 સુધારાઓ ની અસરને આપ્યો.

આ પણ વાંચો : AI Controlled City: ભારતનું પહેલું AI શહેર આ રાજ્યમાં બનાવવામાં આવશે, US અને UK ના શહેરોને ટક્કર આપશે

Tags :
Advertisement

.

×