ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું હજૂ પણ પાકિસ્તાનીઓ એક્સેસ કરે છે પ્રતિબંધિત VPN ? પ્રતિબંધનું કારણ જાણીને આપ ચોંકી જશો

Pakistan માં છેલ્લા 6 મહિનાથી વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક-VPN પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તેના કારણમાં સરકારે સમગ્ર VPN ને ગૈર ઈસ્લામિક (Non-Islamic) ગણાવ્યું છે. જો કે હજૂ પણ પાકિસ્તાનીઓ VPNનો ઉપયોગ કરે છે ? જાણવા માટે વાંચો વિગતવાર.
07:29 PM May 06, 2025 IST | Hardik Prajapati
Pakistan માં છેલ્લા 6 મહિનાથી વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક-VPN પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તેના કારણમાં સરકારે સમગ્ર VPN ને ગૈર ઈસ્લામિક (Non-Islamic) ગણાવ્યું છે. જો કે હજૂ પણ પાકિસ્તાનીઓ VPNનો ઉપયોગ કરે છે ? જાણવા માટે વાંચો વિગતવાર.
VPN ban in Pakistan Gujarat First

VPN: પાકિસ્તાન ઈન્ટરનેટ પર અવાર નવાર પ્રતિબંધ લાદી દે છે. પાકિસ્તાનમાં અનેક એપ્સ, વેબસાઈટ્સ અને ઓનલાઈન સર્વિસીઝ પર પ્રતિબંધ મુકવામાં આવેલા છે. છેલ્લા 6 મહિનાથી પાકિસ્તાન સરકારે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (Virtual Private Network-VPN) ના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. આ પાછળ સરકારે આપેલા કારણો ખૂબ જ વિવાદાસ્પદ અને આઘાતજનક છે. સરકારે VPN ને ગૈર ઈસ્લામિક (Non-Islamic) હોવાનું કારણ આપીને પ્રતિબંધ લાદી દીધો છે.

VPN છે શું ?

વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક-VPN એક એવી ટેકનોલોજી છે જેના દ્વારા ઈન્ટરનેટ યુઝર પોતાનું લોકેશન છુપાવીને નેટ સર્ફિંગ કરી શકે છે. VPNની મદદથી યુઝર કોઈપણ પ્રતિબંધિત વેબસાઈટ અથવા એપને એક્સેસ કરી શકે છે. જો યુટ્યુબ, એક્સ, ઈન્સ્ટાગ્રામ જેવી અત્યંત લોકપ્રિય વેબસાઈટ પર પ્રતિબંધ હોય તો આપ VPNના ઉપયોગથી તેને એક્સેસ કરી શકો છો.

શા માટે પાકિસ્તાને લાદ્યો પ્રતિબંધ ?

પાકિસ્તાન સરકાર અનુસાર VPN નો ઉપયોગ ગૈર ઈસ્લામિક (Non-Islamic) માહિતીની આપ-લે માટે કરવા માટે થઈ રહ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે, યુઝર્સ ઈસ્લામિક સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યો વિરુદ્ધ વિવિધ પ્લેટફોર્મ અને વેબસાઈટ્સ એકસેસ કરવા માટે VPN નો ઉપયોગ કરી રહ્યા હતા. VPN સરકારી નિરીક્ષણ (Government surveillance) ને અટકાવી દે છે. જ્યારે લોકો VPN નો ઉપયોગ કરે છે, ત્યારે તેમનો ઈન્ટરનેટ ટ્રાફિક છુપાયેલો રહે છે. યુઝર શું જોઈ રહ્યો છે અથવા તે કોની સાથે વાત કરી રહ્યો છે તેને સરકાર ટ્રેક કરી શકતી નથી. તેથી પાકિસ્તાન સરકારે VPN પર પ્રતિબંધ લાદી દીધો છે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : મોક ડ્રીલ અગાઉ જાણી લો...સાયરન કેમ અને ક્યારે વાગે છે ???

પ્રતિબંધ ક્યારે લાદવામાં આવ્યો હતો ?

પાકિસ્તાનમાં VPN પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય નવેમ્બર 2024માં લેવામાં આવ્યો હતો. અગાઉ ફેબ્રુઆરી 2023માં પાકિસ્તાન સરકારે ચૂંટણીના કારણોસર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને બ્લોક કરી દીધું હતું. આ પ્રતિબંધ પછી પાકિસ્તાનીઓએ VPN નો ઉપયોગ કરીને X ને એક્સેસ કરવાનો પ્રયાસ કર્યો. નવેમ્બર 2024 માં પાકિસ્તાન સરકારે VPN ના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. આમાં ધાર્મિક નેતાઓએ એમ પણ કહ્યું હતું કે VPNનો ઉપયોગ ઈસ્લામિક કાયદાની વિરુદ્ધ છે. VPNનો ઉપયોગ કરતા સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ, પત્રકારો અને સામાન્ય નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પરવાનગી વગર VPN નો ઉપયોગ ન કરવા માટે ઘણા યુઝર નોટિસ મોકલવામાં આવી હતી. સરકારે કહ્યું કે જો કોઈ VPN નો ઉપયોગ કરવા માંગે છે, તો તેણે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ પણ વાંચોઃ  Elon Musk સાથે કરેલ છેતરપિંડી પાકિસ્તાનને ભારે પડશે...!!!

Tags :
blocked websitesGovernment surveillanceGujarat FirstGUJARAT FIRST NEWSISLAMIC LAWPakistanReligious censorshipSocial Mediaun-IslamicVirtual private networkVPN ban in PakistanVPN registrationX ban
Next Article