iPhone 17 સાથે ડોનાલ્ડ ટ્રમ્પની સીધી સ્પર્ધા, ભારતમાં ટ્રમ્પ મોબાઇલ લોન્ચ થશે?
- ડોનાલ્ડ ટ્રમ્પ કંપની સીધી સ્પર્ધા
- ભારતમાં તેમનો વ્યવસાય સ્થાપવા જઈ રહી છે
- ટ્રમ્પ મોબાઇલ iPhoneને આપશે ટક્કર
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump )ન માત્ર એક સફળ રાજ નેતા પણ સાથે સાથે એક સફળ બિઝનેસમેન પણ છે. એમના અન્ય વ્યવસાયની સાથે સાથે તેઓ હવે ટેકનોલોજીની દુનિયામાં પણ પગ પેસારો કરવા જઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની કંપની હવે ભારતમાં તેમનો વ્યવસાય સ્થાપવા જઈ રહી છે.
ટ્રમ્પ મોબાઇલ iPhoneને આપશે ટક્કર
થોડા સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આઇફોન કંપનીના CEO તરફ ભારતમાં તેમનો વ્યવસાય વિકસાવવા બદલ નારાજગી દર્શાવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આઇફોન કંપનીએ ભારતમાં તેમનો વ્યવસાય વધારે વિકસાવવો જોઈએ નહીં. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પોતેજ ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીનો ટ્રમ્પ મોબાઇલ iPhone 17 પહેલા ભારતમાં લોન્ચ કરી શકે છે. તેમની કંપનીએ તાજેતરમાં ટ્રમ્પ મોબાઇલ નામનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે એપલના iPhone સાથે સીધી સ્પર્ધા કરવા માટે રજૂ કરવામાં આવ્યો છે.
શું ટ્રમ્પ મોબાઇલ ભારતમાં આવી શકે છે?
ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીનો ટ્રમ્પ મોબાઇલ iPhone 17 પહેલા ભારતમાં લોન્ચ થઈ શકે છે. iPhone 17 સપ્ટેમ્બરમાં લોન્ચ થવાની ધારણા છે અને ભારત જેવા મોટા બજારમાં તેનો પ્રવેશ લગભગ નિશ્ચિત છે. ત્યારે હવે ટેકનોલોજીના વ્યાપારમાં ડોનાલ્ડ ટ્રમ્પ iPhone 17ને ભારતમાં ટક્કર આપવા માટે તૈયાર હોય એવું લાગી રહ્યું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ મોબાઇલ પણ Phone 17ના લોન્ચ સમયે ભારતમાં તેમના ટ્રમ્પ મોબાઇલ લોન્ચ કરી શકે છે.
અમેરિકામાં કિંમત શું છે?
મળતી માહિતી મુજબ હાલમાં આ ફોન યુએસમાં પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે, પરંતુ થોડા મહિના પછી તેનું વેચાણ શરૂ થઈ શકે છે. અમેરિકામાં ટ્રમ્પ મોબાઇલની કિંમત $499 રાખવામાં આવી છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 42,911 રૂપિયા થાય છે. પરંતુ જો આ ફોન ભારતમાં લોન્ચ થાય છે, તો તેના પર આયાત ડ્યુટી એટલે કે ટેરિફ લાદવામાં આવશે તે ચોક્કસ છે. ટેરિફ બાબતે આમ પણ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ભારત તરફ વધારે કડક રહ્યું છે, ત્યારે ભારતમાં મોબાઈલ લોન્ચ કરતાં પહેલા ટેરિફ બાબતે ટ્રમ્પનું વલણ કેવું રહે છે, એ પણ ચર્ચાનો વિષય છે.


