Tech Tips : રેસના ઘોડાથી તેજ ઝડપે ઇન્ટરનેટ જોઇતું હોય તો આટલું કરો...!
increase internet speed in smartphone : 9, માર્ચે ચેમ્પીયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ વખતે જો તમારા ફોનમાં ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે, તો તમારી મેચ જોવાની મજા બગડી શકે છે. તેવા સમયે આ ટીપ્સ તમારા સ્માર્ટ ફોનના ઇન્ટરનેટને રેસના ઘોડાથી પણ તેજ બનાવી દેશે.
ચકાસી લેવું કે, ફોનનું ડેટાપેક કેટલું બચ્યું છે
સ્માર્ટ ફોનમાં ઇન્ટરનેટ ડચકા ખાતું ચાલે તો મુશ્કેલી સર્જાય છે. ઇન્ટરનેટની સ્પીટ ટનાટન હોય તો સ્માર્ટ ફોનના વપરાશમાં મજા પડે છે. જો કે, આ સમયે કોઇ પણ સેટીંગ બદલતા પહેલા તે ચકાસી લેવું કે, ફોનનું ડેટાપેક કેટલું બચ્યું છે.
ફોન રીસ્ટાર્ટ કરો
જો તમારા સ્માર્ટ ફોનમાં ઇન્ટરનેટ યોગ્ય ઝડપે નથી ચાલતું, તો તમારે તુરંત ફોન રીસ્ટાર્ટ કરવો જોઇએ. ફોન રીસ્ટાર્ટ કરવાથી તેના નેટવર્ક કોન્ફીગરેશન રીફ્રેશ થઇ જાય છે. જેની અસર ઇન્ટરનેટની સ્પીડ પર પડી શકે છે. ફોનમાં જમા થયેલા કૈચના કારણે ઇન્ટરનેટના વપરાશમાં મુશ્કેલી પડી શકે છે. જો તમે ફોન રીસ્ટાર્ટ કરવાનું પસંદ નથી કરતા તો, તેની જગ્યાએ ફોનને એક વખત ફ્લાઇટ મોડ પર મુકીને બાદમાં તેનો ઓફ કરી શકો છો.
સોફ્ટવેર અપડેટ કરો
ઇન્ટરનેટની સ્પીડ ઓછી આવતી જણાય તો નેટવર્ક મોડમાં જઇને 4 જી / 5 જી ને સિલેક્ટ કરો તે સિવાય ફોનમાં સોફ્ટવેરનું લેટેસ્ટ વર્ઝન છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી છે. જો તે ના હોય તો તુરંત તેને અપડેટ કરી લો, જેથી વગર કોઇ વિશેષ પ્રયાસો ઇન્ટરનેટની સ્પીડ વધારી શકાશે.
નેટવર્ક સેટીંગ્સ રીસેટ કરો
આ સિવાય લેપટોપ-ડેસ્કટોપની જેમ તમારા ફોનમાં પણ કૈશ મેમરી જમા થાય છે. જે ઇન્ટરનેટની સ્પીડ પર આડતકરી અસર કરી શકે છે. તેવા સંજોગોમાં વેબ બ્રાઉઝરમાં જઇને કૈશ ક્લિયર કરી શકો છો. આ સાથે સિસ્ટમ સેક્શનમાં જઇને નેટવર્ક સેટીંગ્સને રીસેટ કરી શકો છો. જેથી ફોનમાં ઇન્ટરનેટની ઝડપ વધવાની શક્યતાઓ વધી શકે છે.
આ પણ વાંચો --- UPI Safety Shield: UPI પેમેન્ટ કરો છો તો આ વાતો યાદ રાખો, ઓનલાઈન છેતરપિંડીથી સુરક્ષિત રહેશો


