ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Elon Musk કરી શકે છે Gmail નો ખેલ ખતમ! કરી રહ્યા છે આ તૈયારીઓ...

Elon Musk કે Google ના CEO ટેન્શન વધાર્યું મસ્ક X ને “Everything Appની પ્લાનિંગ કરી રહ્યા છે પેમેન્ટ ઓપ્શન જેવા ફીચર્સ પણ હશે મસ્ક Gmail ને ટક્કર આપવાની તૈયારીમાં Elon Musk X Mail Feature: એક તરફ એલન મસ્ક ભારતમાં...
06:06 PM Dec 17, 2024 IST | Hiren Dave
Elon Musk કે Google ના CEO ટેન્શન વધાર્યું મસ્ક X ને “Everything Appની પ્લાનિંગ કરી રહ્યા છે પેમેન્ટ ઓપ્શન જેવા ફીચર્સ પણ હશે મસ્ક Gmail ને ટક્કર આપવાની તૈયારીમાં Elon Musk X Mail Feature: એક તરફ એલન મસ્ક ભારતમાં...
Elon Musk

Elon Musk X Mail Feature: એક તરફ એલન મસ્ક ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં Jio અને Airtel ગભરાઈ ગયા છે તો બીજી બાજુ મસ્ક Google ના CEO સુંદર પિચાઈનું ટેન્શન વધનાર છે. જોકે એલન મસ્ક(Elon Musk)નો ફોકસ હંમેશાંથી જ સ્પેશ એક્સપ્લોરેશન અને સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ ર રહ્યું છે, પરંતુ X ના હસ્તાંતરણથી તેઓ સોફ્ટવેર સેવાઓમાં પણ ઘણો રસ દાખવી રહ્યા છે. હાલમાં જ એવા અહેવાલો સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે મસ્ક X ને “Everything App” બનાવવાના પ્લાનિંગ કરી રહ્યા છે, જેમાં પેમેન્ટ ઓપ્શન જેવા ફીચર્સ પણ હશે પરંતુ હવે Android Policeના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મસ્ક Gmail ને ટક્કર આપવાની તૈયારીમાં છે. ચલો જાણીએ તેના વિશે...

X પર નવું જોબ પોર્ટલ અને AI ચેટબોટ

X પહેલાથી જ એક જોબ પોર્ટલ લઈને આવી ગયું છે જે સીધું LinkedIn ની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. તેના સિવાય મસ્કે “Grok” AI ચેટબોટને તમામ માટે ફ્રી કરી દીધું છે. ત્યારબાદ હવે મસ્ક એક નવી ઈમેલ સર્વિસ શરૂ કરવા જઈ રહ્યો છે, જે Google Gmail ને ટક્કર આપી શકે છે.

આ પણ  વાંચો - ગાડી છે કે ફાઇટર જેટ! મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં Mercedes એ દેખાડી સુપરકાર

X મેલમાં શું હશે ખાસ?

તાજેતરના રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે X મેલમાં DM સ્ટાઈલ ઈન્ટરફેસ જોવા મળી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો ઈમેલ સીધાસાદા ટેક્સ્ટમાં ઈનબોક્સમાં આવશે અને રેગુલર ઈમેલના થ્રેડ અને કોમ્પ્લેક્સ ફોર્મેટથી છૂટકારો મળશે.

આ પણ  વાંચો - Google Pixel 9a ના સ્પેસિફિકેશન થયા લીક, આટલી ઓછી કિંમતમાં થઇ શકે છે લોન્ચ

X મેલ આપી શકશે Gmail ને ટક્કર?

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં Gmailના 1.8 બિલિયનથી પણ વધારે એક્ટિવ યૂઝર્સ છે. Gmail પોતાની એડવાન્સ સર્ચ, Google Workspace ઈન્ટીગ્રેશન અને દમદાર સિક્યોરિટી માટે જાણીતું છે. એવામાં X મેલને સફળ થવા માટે આ ફીચર્સના મુકાબલે કઈક અલગ અને નવું લાવવું પડશે.

Tags :
Apple Mail marketelon muskElon Musk emailElon Musk Xmail announcementemail service competitionGmailGmail alternativeGmail rivalGujarat FirstHiren davenew email serviceX platform updatesXmailXmail launch newsXmail vs Gmail
Next Article