ભારત-નેધરલેન્ડ મેચ દરમિયાન યુવકે ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, જુઓ વિડીયો
ટી20 વર્લ્ડકપ 2022માં (T20 World Cup 2022) ભારતીય ટીમે પોતાની બીજી મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં નેધરલેન્ડ સામે રમી. આ મેચમાં ભારતીય ટીમે એક સફળ જીત નોંધાવી હતી. પરંતુ આ મેચ ચાલી રહી હતી ત્યારે સ્ટેડિયમમાં એક યુવક પોતાની ગર્લફ્રેન્ડનું દિલ જીતવા માટે શરૂ મેચ દરમિયાન પ્રપોઝ કર્યું અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મેચનું પ્રસારણ કરી રહેલા બ્રોડકાસ્ટર્સે પણ આ પળને સ્ક્રિન પ
Advertisement
ટી20 વર્લ્ડકપ 2022માં (T20 World Cup 2022) ભારતીય ટીમે પોતાની બીજી મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં નેધરલેન્ડ સામે રમી. આ મેચમાં ભારતીય ટીમે એક સફળ જીત નોંધાવી હતી. પરંતુ આ મેચ ચાલી રહી હતી ત્યારે સ્ટેડિયમમાં એક યુવક પોતાની ગર્લફ્રેન્ડનું દિલ જીતવા માટે શરૂ મેચ દરમિયાન પ્રપોઝ કર્યું અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મેચનું પ્રસારણ કરી રહેલા બ્રોડકાસ્ટર્સે પણ આ પળને સ્ક્રિન પર દેખાડી હતી.
મેચ દરમિયાન (IND vs NED) યુવકે તેની ગર્લફ્રેન્ડને એકદમ ફિલ્મી સ્ટાઈલથી પ્રપોઝ કર્યું હતું અને યુવકે પ્રપોઝ કર્યું ત્યારે આસપાસ બેસેલા લોકોએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને ખાસ વાત તો તે હતી કે, યુવતીએ યુવકનું આ પ્રપોઝલ સ્વિકાર્યું હતું. યુવકે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાની સાથે રિંગ પણ પહેરાવી હતી. નેધરલેન્ડની ઈનિંગ દરમિયાન બનેલી આ ઘટનાએ સૌ કોઈનું ધ્યાન એ તરફ ખેંચ્યું હતું. આ પળનો વિડીયો શેર કરતા ICCએ લખ્યું કે, તેણે હા કહ્યું.
ઉલ્લેખનીય છે કે, મેચ દરમિયાન પ્રપોઝ કરવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝમાં એક ભારતીય યુવકે ઓસ્ટ્રેલિયાની યુવતીને પ્રપોઝ કર્યું હતું.
જુઓ વિડીયો...


