Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તહેવાર ટાણે એડ્રેસ અપડેટ કરાવવાની જાળ બિછાવી સાયબર ગઠિયાઓ એક્ટિવ

Address Update Cyber Scam : ભારતીય ટપાલ સેવાનો ઉપયોગ કરીને છેતરવાનો પ્રયાસ (Address Update Cyber Scam) કરવામાં આવ્યો છે
તહેવાર ટાણે એડ્રેસ અપડેટ કરાવવાની જાળ બિછાવી સાયબર ગઠિયાઓ એક્ટિવ
Advertisement
  • તહેવાર ટાણે ગઠિયાઓ મેદાને આવ્યા
  • એડ્રેસ અપડેટ કરાવવાના નામે ફિશિંગ વેબસાઇટ મોકલાઇ
  • નાનું પેમેન્ટ કરવાનું જણાવીને જાળમાં ફસાવવાનો પ્રયાસ

Address Update Cyber Scam : આજકાલ ઓનલાઈન શોપિંગ જેટલું સરળ બન્યું છે, તેટલું જ સાયબર ફ્રોડ (Cyber Fraud) થવાનું જોખમ પણ વધ્યું છે. જયારે પણ તહેવારોનો સમયગાળો  નજીક હોય તે સમય દરમ્યાન ઓનલાઈન ખરીદીને લગતા ફ્રોડ પણ વધુ પ્રમાણમાં સામે આવતા હોય છે, તાજેતરમાં જ એક વ્યક્તિ સાથે બનેલી ઘટના આપણને સૌને ચેતવણી આપે છે કે, સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે કેવી નવી નવી મૉડેસ ઓપરેન્ડીઓ અપનાવી રહ્યા છે. સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે (Cyber Expert Mayur Bhusavalkar) સમગ્ર મામલાનું એનાલિસીસ કરીને સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.

Advertisement

શું હતી સમગ્ર ઘટના?

એક શિક્ષકે જાણીતા એમ-કોમર્સ પોર્ટલ (M-Commerce Portal) પરથી ઓનલાઈન ખરીદી કરી હતી. જે દિવસે તેમનો સામાન આવવાનો હતો, તેના આગલા દિવસે તેમને અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક ટેક્સ્ટ મેસેજ મળ્યો.મેસેજમાં લખ્યું હતું કે, "તમારું સરનામું અપડેટ કરો (Address Update Cyber Scam), નહીં તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર પરત મોકલી દેવામાં આવશે." આ સાથે, સરનામું અપડેટ કરવા માટે એક વેબસાઇટની લિંક મોકલવામાં  આવી હતી, અને માત્ર રૂ. ૧૦ નું નાનું પેમેન્ટ ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા કરવા માટે કહેવામાં આવ્યું હતું.

Advertisement

મેસેજ વેરીફાઈ કરવા માટે મોકલ્યો

જ્યારે શિક્ષક દ્વારા એ વેબસાઈટ ખોલવામાં આવી, ત્યારે તેમાં તેને ભારતીય પોસ્ટ નો લોગો દેખાયો, યુઆરએલ ભારતીય પોસ્ટનું (Address Update Cyber Scam) ન હતું, પરિણામે તેમને શક થયો, અને તે સમગ્ર મેસેજ વેરીફાઈ કરવા માટે મને મોકલ્યો.

કોઈપણ પ્રકારની સલામતી ન હતી

જયારે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે (Cyber Expert Mayur Bhusavalkar) સાયબર ગઠિયા દ્વારા મોકલેલ વેબસાઈટનું ટેકનીકલ એનાલીસીસ અને ફેક્ટ ચેકીંગ કર્યુ, ત્યારે તે બાબત સામે આવી કે, તે સંપૂર્ણ ફીશીંગ વેબસાઈટ છે, ભારતીય ટપાલ સેવાના લોગોનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ (Address Update Cyber Scam) કરવામાં આવ્યો છે,સાથે વેબસાઈટ નું ડોમેઈન અંદાજીત એક મહીના પહેલા જ રજીસ્ટર કરવામાં આવ્યું હતું,અને જ્યાં પમેન્ટ માટેની વિગત દાખલ કરવાનું કહેવામાં આવેલ તે ફોર્મ માં કોઈપણ પ્રકારની સલામતી ન હતી,પરીણામે દાખલ કરવામાં આવેલ નાણાંકીય વિગતો કોઈ પણ જાણી અને જોઈ શકે.

એક પ્રકારનો ફિશિંગ એટેક, સાવધાન રહો!

યાદ રાખો, આ પ્રકારનો મેસેજ ફિશિંગ પ્રકારના સાયબર સ્કેમનો (Address Update Cyber Scam) એક ભાગ છે,કારણકે તેમાં એડ્રેસ અપડેટ કરવા માટે જે વેબસાઇટને સૂચિત કરવામાં આવી છે, તેમાં પાર્સલ મંગાવનારનો વિશ્વાસ જીતવા માટે  "ભારતીય પોસ્ટ સેવાના લોગોનો" ઉપયોગ કરવામાં આવ્યો છે,પરિણામે પાર્સલ મંગાવનાર આવી ફિશિંગ વેબસાઈટ પર વિશ્વાસ કરે અને ત્વરિત  10 રૂપિયાનું પેમેન્ટ કરે,સાયબર ગુનેગારો આ રીતે લોકોને નાની રકમ ચૂકવવા માટે લલચાવે છે, જેથી તેઓ મહત્વની બેન્કિંગ વિગતો ને ચોરી શકે,પછી એ માહિતીનો દૂરઉપયોગ કરીને બેંક એકાઉન્ટ ને ખાલી કરતાં હોય છે.

આવા ફ્રોડ થી બચવા કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ ?

૧. અજાણ્યો મોબાઇલ નંબર:

કોઈ પણ જાણીતી એમ-કોમર્સ કંપની કે કુરિયર સર્વિસ ક્યારેય અજાણ્યા વ્યક્તિગત મોબાઇલ નંબર પરથી સત્તાવાર સૂચનાઓ મોકલતી નથી. તેઓ હંમેશા રજિસ્ટર્ડ કંપનીના નામે જ  "એસ એમ એસ"  મોકલે છે, અને તે મેસેજના હેડરના અંતમાં (એસ)  એટલે સર્વિસ લખેલ હોય છે.

૨. સરનામું અપડેટ કરવા માટે ફી:

કોઈ પણ કુરિયર કંપની સરનામું અપડેટ કરવા માટે ક્યારેય નાની રકમ (જેમ કે રૂ. ૧૦)ની માંગણી કરતી નથી. આ રકમ તમારી બેન્ક વિગતો મેળવવાનું બહાનું છે.

૩. તાત્કાલિક પગલાં લેવાનો આગ્રહ: '

૧૨ કલાકમાં', 'તરત જ', 'આજે જ' જેવા શબ્દોનો ઉપયોગ તમને ગભરાવીને ઉતાવળમાં નિર્ણય લેવા માટે મજબૂર કરે છે.

૪. લિંક પર ક્લિક કરવાનું કહેવું:

ઓનલાઈન ખરીદીમાં સરનામું કે અન્ય વિગતો અપડેટ કરવાની હોય તો, તે હંમેશા કંપનીની સત્તાવાર વેબસાઇટ કે મોબાઇલ એપ્લિકેશન પર જ થવું જોઈએ, નહીં કે કોઈ અજાણી લિંક પર ક્લિક કરીને.

5. વેલિડેશન હોતું નથી:

જયારે આવી વેબસાઈટમાં દર્શાવેલ કોઈ ફોર્મમાં જો  કોઇ ખોટી માહિતી દાખલ કરે તો તે સ્વિકારી લે છે, તેમાં કોઇ પણ પ્રકારે વેલિડેશન હોતું નથી.

સાયબર સલામતી માટે શું ઘ્યાનમાં રાખવું ?

૧. ઓર્ડરનું સ્ટેટસ તપાસવા સત્તાવાર માધ્યમનો ઉપયોગ કરો:

"એસ એમ એસ"માં આપેલી લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરો. તેના બદલે, તમે જે પોર્ટલ પરથી ખરીદી કરી છે, તેની ઓફિશિયલ એપ્લિકેશન ખોલો અને તમારા ઓર્ડરનું સ્ટેટસ તપાસો.

૨. કસ્ટમર કેર નો સંપર્ક:

જો શંકા હોય, તો ઓરીજીનલ વેબસાઇટ પર આપેલા સત્તાવાર કસ્ટમર કેર નો સંપર્ક પર ફોન કરીને કે અથવા ઈમેલ કરીને માહિતીની પુષ્ટિ કરો.કસ્ટમર કેર નો નંબર ઓનલાઈન શોધવો નહીં.

૩. નાણાકીય વ્યવહાર ટાળો:

અજાણી લિંક કે વેબસાઇટ પર ક્યારેય પણ તમારી ડેબિટ/ક્રેડિટ કાર્ડ વિગતો, ઓટીપી  કે યુપીઆઈ પિન  દાખલ કરશો નહીં.

૪. સતર્ક રહો:

કુરીયર કંપનીઓ ક્યારેય ફોન કે મેસેજ દ્વારા તમારો "ઓ ટી પી", "સી વી વી" નંબર કે પાસવર્ડ માંગતી નથી. જો કોઈ માંગે તો સમજવું કે તે ફ્રોડ જ છે.

છેતરપિંડીનો ભોગ બનો તો શું કરવું?

તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર '૧૯૩૦'  પર ફોન કરો અને તમારી સાથે કેવા પ્રકારનો સાયબર ક્રાઇમ થયો છે, તેની પુરાવા સાથે સંપૂર્ણ વિગતો આપો અથવા ભારત સરકારના સાયબર ક્રાઇમ પોર્ટલ www.cybercrime.gov.in પર તરત જ ઓનલાઈન ફરિયાદ નોંધાવો.
ઉપરાંત બેન્કનો સંપર્ક સાધી સમગ્ર  ઘટનાની જાણ કરો અને કાર્ડ બ્લોક કરાવી દો.  તેમજ જેટલા પણ નંબર પરથી તમને કોલ ,એસએમએસ અને WhatsApp આવ્યા છે, તે તમામ માહિતીની ફરિયાદ "ચક્ષુ પોર્ટલ" પર કરવી જોઈએ.

આ પણ વાંચો ----- Tesla Optimus બન્યો 'કુંગ ફુ રોબોટ', Elon Musk શેર કર્યો વીડિયો

Tags :
Advertisement

.

×