AI Minister : ભ્રષ્ટાચારને નાથવા દુનિયાની પ્રથમ મહિલા AI મિનિસ્ટરની નિમણૂંક
- AI નો ઉપયોગ સરકાર સારી રીતે કરી રહી છે
- અલ્બેનિયાના પગલે આગામી સમયમાં દુનિયા ચાલે તો નવાઇ નહીં
- સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર પર લગામ કસવામાં સફળતા મળે તેવી આશ
AI Minister Albania : સરકારી કામમાં ભ્રષ્ટાચારને રોકવા માટે અલ્બેનિયાએ (AI Minister Albania) એક અનોખું પગલું ભર્યું છે. વડા પ્રધાન એડી રામાએ જાહેરાત કરી છે કે, દેશમાં પ્રથમ AI-સંચાલિત વર્ચ્યુઅલ મંત્રીની (AI Minister Albania) નિમણૂક કરી છે, જે જાહેર ખરીદી જેવા સૌથી વધુ ભ્રષ્ટાચારથી પ્રભાવિત ક્ષેત્રનો હવાલો સંભાળશે. આ ડિજિટલ મંત્રી 'ડિએલા' (AI Minister Albania - Diella) છે જે જાન્યુઆરી 2025 થી ઇ-અલ્બેનિયા પ્લેટફોર્મ પર નાગરિકોને સરકારી સેવાઓ સંબંધિત મદદ આપી રહ્યા છે. હવે ડિએલાને ઔપચારિક રીતે તમામ સરકારી ટેન્ડરોની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.
📲 Diella pa hapjen e parlamentit sot dhe më tha:
Humbës nuk është kush rrëzohet, po është ai që gërmon aty ku ra!
Si i bëhet, e pyeta
Kurrë mos e pengo kundërshtarin që po gabon, m’u përgjigj😬
— Edi Rama (@ediramaal) September 12, 2025
જાહેર ટેન્ડર 100% ભ્રષ્ટાચારમુક્ત હશે
પીએમ રામાએ કહ્યું કે, આ પગલું સુનિશ્ચિત કરશે કે, બધા કોન્ટ્રાક્ટનું વિતરણ ન્યાયી રીતે થાય. તેમણે ઉમેર્યું કે, ડિએલા, અમારા મંત્રીમંડળના પ્રથમ સભ્ય છે, જે ભૌતિક રીતે હાજર નથી, પરંતુ કૃત્રિમ બુદ્ધિમત્તાથી વર્ચ્યુઅલ રીતે બનાવવામાં આવ્યા છે, તે અલ્બેનિયાને એક એવો દેશ બનાવવામાં મદદ કરશે જ્યાં જાહેર ટેન્ડર 100% ભ્રષ્ટાચારમુક્ત હશે. આ પહેલ ડિજિટલ ટેકનોલોજી દ્વારા પારદર્શિતા અને જવાબદારી વધારવાના અલ્બેનિયાના પ્રયાસોનો એક ભાગ છે. રામાએ તેમની શાસક સમાજવાદી પાર્ટીને જણાવ્યું હતું કે, સરકારી ટેન્ડરોના વિજેતા નક્કી કરવાની જવાબદારી હવે મંત્રીઓને બદલે 'ડિએલા' પર રહેશે.
સુધારો કરવો પણ ચાવીરૂપ સાહિત થશે
AI સિસ્ટમ ખાનગી કંપની દ્વારા કરવામાં આવતી દરેક બિડની સમીક્ષા કરશે, દરમિયાન સામે આવેલ માનવ સંડોવણી અને લાંચ, ધમકીઓ અથવા પક્ષપાતના જોખમને દૂર કરવામાં આવશે. જાહેર ટેન્ડર લાંબા સમયથી અલ્બેનિયામાં ભ્રષ્ટાચાર કૌભાંડોનો સ્ત્રોત રહ્યા છે. 2030 સુધીમાં યુરોપિયન યુનિયનમાં જોડાવાની અલ્બેનિયાની મહત્વાકાંક્ષાઓ માટે ક્ષેત્રમાં સુધારો કરવો પણ ચાવીરૂપ સાહિત થશે. અલ્બેનિયન મીડિયાએ આ નિર્ણયને "મોટા પરિવર્તન" તરીકે વર્ણવ્યો છે, જ્યાં ટેકનોલોજી હવે ફક્ત સહાયક સાધન નથી પરંતુ શાસનમાં સક્રિય ખેલાડી છે.
આ પણ વાંચો ------ ફોટો અપલોડ કરો અને બનાવો તમારું 3D Figurine, જાણો કેવી રીતે બનાવશો


