Flipkart Big Bang Sale : iPhone 16 અને Nothing Phone 3 પર જબરદસ્ત ડિલ
- દિવાળી પર Flipkartનો Big Bang Diwali Sale (Flipkart Big Bang Sale)
- સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સિસ સહિત વસ્તુ પર ડિસ્કાઉન્ટ
- iPhone 16, Nothing Phone (3) ખરીદવાનું ચૂકતા નહીં
Flipkart Big Bang Sale : મોટી ખરીદી કરવા ઇચ્છતા ગ્રાહકો માટે સારા સમાચાર છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર તેની નવી 'બિગ બેંગ દિવાળી સેલ' શરૂ થઈ ચૂકી છે. આ સેલ દરમિયાન ગ્રાહકો સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સિસ અને અન્ય ઘણા ઉત્પાદનો ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકે છે.
આ સેલમાં iPhone 16, Nothing Phone (3), Google Pixel અને વિવિધ Samsung Galaxy મોડલ્સ સહિત અનેક ફોન પર આકર્ષક ઑફર્સ મળી રહી છે.
iPhone પર જોરદાર ડીલ (Flipkart Big Bang Sale)
જો તમે Flipkart Big Billion Days સેલ ચૂકી ગયા હો, તો પણ આ તમારા માટે iPhone ખરીદવાની ઉત્તમ તક છે:
- iPhone 16: બેંક ડિસ્કાઉન્ટ સહિત આ ફોન રૂ.54,999ની કિંમતે ઉપલબ્ધ છે.
- iPhone 16 Pro: આ મોડેલ રૂ.84,999માં ખરીદી શકાય છે.
- iPhone 16 Pro Max: ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત રૂ.1,02,999 છે.
- iPhone 14: જૂના મોડેલ પર પણ મોટો ફાયદો મળી રહ્યો છે, જેને તમે રૂ.42,999માં ખરીદી શકશો.
iPhone 16 Price Flipkart
અન્ય પ્રમુખ સ્માર્ટફોન પરની ઑફર્સ (Flipkart Big Bang Sale)
Flipkart સેલમાં Samsung અને Nothing બ્રાન્ડના ફોન પર પણ સારી ડીલ્સ મળી રહી છે:
- Nothing Phone (3): આ ફોન જુલાઈમાં રૂ.79,999ની પ્રારંભિક કિંમતે લોન્ચ થયો હતો, જે હવે અડધાથી પણ ઓછી કિંમતે એટલે કે રૂ.39,999માં મળી રહ્યો છે.
- Nothing Phone (3a Pro): આ મોડેલ રૂ.24,999માં ઉપલબ્ધ છે.
- Samsung Galaxy S24: આ પ્રીમિયમ ફોન રૂ.38,999માં ખરીદી શકાય છે.
- Samsung Galaxy S24 FE: આ ફોન રૂ.29,999માં મળી રહ્યો છે.
- Samsung Galaxy A35 5G: મિડ-રેન્જમાં આ ફોન રૂ.17,999માં ઉપલબ્ધ છે.
- Samsung Galaxy F36: આ સસ્તો વિકલ્પ માત્ર રૂ.13,999માં મળી રહ્યો છે.
સ્માર્ટ ટીવી અને અન્ય હોમ એપ્લાયન્સિસ
સ્માર્ટફોન સિવાય ગ્રાહકો સ્માર્ટ ટીવી અને અન્ય હોમ એપ્લાયન્સિસ પર પણ ફાયદો ઉઠાવી શકે છે.
- સ્માર્ટ ટીવી: 43-ઇંચના સ્માર્ટ ટીવી રૂ.20,000થી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.
- GSTમાં ઘટાડો: સપ્ટેમ્બરમાં સરકારે સ્માર્ટ ટીવી પરનો GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. GST દરમાં ઘટાડો અને સેલ ડિસ્કાઉન્ટના સંયોજનને કારણે સ્માર્ટ ટીવી ખરીદવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે.
આ દિવાળી સેલ ગ્રાહકોને બેંક ઑફર્સ અને એક્સચેન્જ ડીલ્સનો લાભ લઈને તેમની મનપસંદ વસ્તુઓ ખૂબ જ સસ્તામાં ખરીદવાની તક આપે છે.
આ પણ વાંચો : 'હિટમેન'ની નવી Tesla Model Y પર Elon Muskનો વાયરલ રિએક્શન, જૂઓ વીડિયો


