ફોલ્ડ ફોનમાં Samsung ના શાસનનો અંત નજીક, Apple આવ્યું મેદાને
- આખરે એપલ કંપની ફોલ્ડેબલ માર્કેટમાં ઉતરી
- બિનસત્તાવાર રીતે અહેવાલ સામે આવ્યો
- 2026 માં પ્રથમ ફોલ્ડ ફોન લોન્ચ કરાશે
Apple Fold Phone : વર્ષોની અટકળો પછી એપલ (Apple Phone) આખરે ફોલ્ડેબલ સ્માર્ટફોન (Apple Foldable Phone) માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે. હાલ સપાટી પર આવી રહેલા અહેવાલો અનુસાર, Apple કંપનીના પહેલા ફોલ્ડેબલ આઇફોનનું (Apple Foldable Phone) કોડનેમ V68 રાખવામાં આવ્યું છે, આ ફોન આવતા વર્ષે 2026 માં લોન્ચ થઈ શકે છે. આ ફોન આઇફોન 18 મી (Apple iPhone - 18) શ્રેણીનો ભાગ હશે અને તેના દ્વારા એપલ સેમસંગ અને ચીની કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરશે. એપલ સિવાયની કંપનીઓ વર્ષ 2019 થી આ શ્રેણીમાં પોતાની દમદાર હાજરી નોંધાવી રહી છે.
મોટી ટેબ્લેટ-કદની સ્ક્રીન હાજર હશે
અહેવાલો અનુસાર, ફોલ્ડેબલ આઇફોનની (Apple Foldable Phone) ડિઝાઇન સેમસંગ ગેલેક્સી (Samsung Galaxy) ઝેડ ફોલ્ડ જેવી બુક-સ્ટાઇલ હશે. એટલે કે, જ્યારે તે ખુલશે, ત્યારે તે એક મોટી ટેબ્લેટ-કદની સ્ક્રીન હાજર હશે, જે પાવર યુઝર્સ, સ્ટ્રીમિંગ ઉત્સાહીઓ અને મલ્ટિટાસ્કિંગ કરતા લોકોને આઈપેડ જેવો અનુભવ આપશે. એપલ તેમાં ઇન-સેલ ટચ ડિસ્પ્લે ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ ડિસ્પ્લે ખાસ કરીને ક્રીઝની દૃશ્યતા ઘટાડવા અને ટચ રિસ્પોન્સ સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવનાર છે.
ટચ આઈડી અને ફક્ત eSIM જ લાગશે
ફોલ્ડેબલ આઈફોનમાં (Apple Foldable Phone) મોટો ફેરફાર જોવા મળશે, જે ફેસ આઈડીની જગ્યાએ ટચ આઈડીની વાપસી છે. આ ડિઝાઇન પસંદગી ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ ઉપરાંત, આ ફોન સંપૂર્ણપણે eSIM-ઓન્લી હશે. એટલે કે, તેમાં કોઈ ભૌતિક સિમ સ્લોટ હશે નહીં. એપલે પહેલાથી જ iPhone Air અને યુએસમાં લોન્ચ થયેલા iPhones સાથે આ પગલું ભર્યું છે અને હવે કંપની તેને તેના ફોલ્ડેબલ મોડેલોમાં પણ લાગુ કરવા જઈ રહી છે.
ફોલ્ડેબલ ફોનમાં ચાર કેમેરા સેટઅપ
રિપોર્ટ્સ અનુસાર, ફોલ્ડેબલ iPhone માં (Apple Foldable Phone) કુલ ચાર કેમેરા હશે - એક કવર ડિસ્પ્લે પર, એક અંદર અને ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ. આ કેમેરાના પ્રદર્શનને Apple ની Pro શ્રેણીની સમકક્ષ લાવવાનો મોટો પડકાર હશે. કેમેરા ઉપરાંત, સૌથી મહત્વની વાત એ મનાય છે કે, Apple iPad જેવી મલ્ટીટાસ્કીંગ સુવિધાઓ iOS માં લાવવામાં આવે. જેથી સ્પ્લિટ-સ્ક્રીન એપ્સ, ડ્રેગ-એન્ડ-ડ્રોપ અને Apple પેન્સિલ સપોર્ટ પણ તેમાં જોઈ શકાય છે.
Apple નો ઇન-હાઉસ C2 મોડેમ ઉપલબ્ધ થશે
ફોલ્ડેબલ iPhone Apple (Apple Foldable Phone) ના સેકન્ડ જનરેશન C2 મોડેમ સાથે આવશે. રિપોર્ટ્સ અનુસાર, તેની સ્પીડ Qualcomm ના નવીનતમ Snapdragon મોડેમ જેટલી હશે. આનો અર્થ એ છે કે, Apple હવે તેના હાર્ડવેર પર વધુ નિયંત્રણ ઇચ્છે છે, અને અન્ય પક્ષો પર નિર્ભરતા ઘટાડી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે, એપલે તેના સપ્લાયર્સ સાથે પાર્ટસ પર કામ શરૂ કરી દીધું છે. વર્ષ 2026 ની શરૂઆતથી મોટા પાયે ઉત્પાદન શરૂ થવાની આશા છે. હાલમાં તેનું કાળા અને સફેદ રંગોમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
સેમસંગને સખત સ્પર્ધા મળશે
ફોલ્ડેબલ માર્કેટમાં સેમસંગ પાંચ વર્ષની લીડ ધરાવે છે, પરંતુ તે પહેલાં જોવા મળ્યું છે કે, એપલે (Apple Foldable Phone) મોડેથી આવ્યા પછી પણ બજાર કબજે કર્યું છે. આઇપોડ પહેલો MP3 પ્લેયર ન્હોતો, આઇફોન પહેલો સ્માર્ટફોન ન્હોતો અને એપલ વોચ પણ પહેલી સ્માર્ટવોચ ન્હોતી, પરંતુ કંપનીએ તેને મુખ્ય પ્રવાહમાં લાવી દીધા હતા. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ફોલ્ડેબલ આઇફોન પણ અન્ય ઉપકરણોની જેમ ટેકનોલોજીના વલણને મુખ્ય પ્રવાહમાં લઈ જશે.
આ પણ વાંચો ----- AI News: શું AI ફેલ છે? MIT રિપોર્ટમાં મોટો ખુલાસો - 95% પ્રોજેક્ટ નિષ્ફળ


