Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાયરલેસ ચાર્જિંગ રોડ: ફ્રાન્સે વિશ્વનો પ્રથમ મોટરવે શરૂ કર્યો, ચાલતા વાહનો ચાર્જ થશે!

ફ્રાન્સે વિશ્વનો પ્રથમ 'વાયરલેસ ચાર્જિંગ મોટરવે' શરૂ કરીને EV ક્રાંતિનો પાયો નાખ્યો છે. પેરિસ નજીકના A10 હાઇવે પર 1.5 કિમીના સેક્શનમાં સ્થાપિત ડાયનામિક સિસ્ટમ ચાલતા વાહનોને 300 KW પાવર સાથે ચાર્જ કરશે. આનાથી EVને ચાર્જિંગ માટે રોકાવું નહીં પડે. આ ઇલેક્ટ્રિક રોડ સિસ્ટમ ભવિષ્યના પરિવહનનો નવો રોડમેપ છે.
વાયરલેસ ચાર્જિંગ રોડ  ફ્રાન્સે વિશ્વનો પ્રથમ મોટરવે શરૂ કર્યો  ચાલતા વાહનો ચાર્જ થશે
Advertisement
  • ફ્રાન્સે ચાલતી EVને ચાર્જ કરતો વિશ્વનો પ્રથમ મોટરવે શરૂ કર્યો (france Wireless Charging Motorway )
  • ફ્રાન્સે ડાયનામિક વાયરલેસ EV ચાર્જિંગ સિસ્ટમ સાથે મોટરવે શરૂ કર્યો
  • પેરિસ નજીક A10 હાઇવે પર 1.5 કિમીના સેક્શનમાં સફળ પ્રયોગ
  • વાહનો રોકાયા વિના 300 KW પીક પાવર સાથે ચાર્જ થશે
  • આ ટેકનોલોજી ભારે વાહનોના ઇલેક્ટ્રિફિકેશન માટે નિર્ણાયક

france Wireless Charging Motorway  : કલ્પના કરો કે, તમારી ઇલેક્ટ્રિક કાર હાઇવે પર પૂરપાટ ઝડપે દોડી રહી છે અને કોઈ પણ જાતના કેબલ કે ચાર્જિંગ સ્ટેશન પર રોકાયા વિના તેની બેટરી આપોઆપ ચાર્જ થઈ રહી છે. આ દૃશ્ય હવે ફ્રાન્સ (France Sustainable Mobility)ની ધરતી પર હકીકત બની ચૂક્યું છે! દેશે વિશ્વનો પ્રથમ એવો મોટરવે શરૂ કર્યો છે, જે ચાલતા વાહનોને વાયરલેસ રીતે ચાર્જ (Wireless EV Charging) કરે છે. આ અનોખો પ્રયોગ માત્ર ટેકનિકલ રીતે જ ક્રાંતિકારી નથી, પણ તે ભવિષ્યના માર્ગોનો રોડમેપ પણ રજૂ કરે છે, જ્યાં રસ્તાઓ પોતે જ ઊર્જાના સ્રોત તરીકે કામ કરશે.

ડાયનામિક વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ (Dynamic Wireless Charging Installation)

ટકાઉ ગતિશીલતાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતાં ફ્રાન્સે વિશ્વનો પ્રથમ એવો મોટરવે શરૂ કર્યો છે, જેમાં ડાયનામિક વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ટેક્નોલોજી ઇલેક્ટ્રિક વાહનોને ચાલતી વખતે જ ચાર્જ કરવાની સુવિધા પૂરી પાડે છે, જેથી હવે કાર કે ટ્રકને ચાર્જિંગ માટે રોકાવું નહીં પડે.

Advertisement

ચાર્જ એઝ યુ ડ્રાઇવ  (Charge As You Drive Technology)

પેરિસથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા A10 મોટરવે (A10 Motorway France) પર આ અનોખા પાઇલટ પ્રોજેક્ટ (Pilot Project France) ની શરૂઆત કરવામાં આવી છે. વિન્સી ઓટોરૂટ્સના નેતૃત્વ હેઠળ ઇલેક્ટ્રિઓન જેવી સંસ્થાઓએ “ચાર્જ એઝ યુ ડ્રાઇવ” પ્રોજેક્ટ દ્વારા આ ટેકનોલોજીને રિયલ-ટાઇમ ટ્રાફિક સિચ્યુએશનમાં લાવી દીધી છે.

Advertisement

ટેકનિકલ સફળતા અને ઊર્જા ટ્રાન્સફર (Kakinada Landfall Impact)

લગભગ 1.5 કિલોમીટર લાંબા આ હાઇવે સેક્શનમાં, રોડની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલ્સ જડવામાં આવ્યા છે. આ કોઇલ્સ પરથી ટ્રક, બસ અને પેસેન્જર કાર જેવા ઇલેક્ટ્રિક વાહનો પસાર થાય છે, ત્યારે તેમને ચાલતી વખતે જ વીજળી મળે છે. પ્રારંભિક પરીક્ષણોમાં આ સિસ્ટમે 300 કિલોવૉટથી વધુની પીક પાવર ટ્રાન્સફર કરવાની ક્ષમતા દર્શાવી છે, જે કોઈપણ EV માટે મોટી સફળતા છે. આ ડાયનામિક ઇન્ડક્શન ચાર્જિંગમાં EV પસાર થાય ત્યારે મેગ્નેટિક ફિલ્ડ દ્વારા વીજળી વાહનના રિસીવર સુધી પહોંચે છે. આનાથી બેટરી નાની અને હલકી વાપરી શકાય છે.

ભારે વાહનોના ઇલેક્ટ્રિફિકેશનની ગતિ વધશે (Electrification Logistics Sector)

નિષ્ણાતો માને છે કે, આ ટેકનોલોજીથી ભારે વાહનોના ઇલેક્ટ્રિફિકેશન (Electrification Logistics Sector)ની ગતિ અનેક ગણી વધશે અને લોજિસ્ટિક્સ સેક્ટરમાંથી થતા કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે. Electreonના સીઇઓએ આને "ઇલેક્ટ્રિક રોડ ટેકનોલોજીના ઇતિહાસનો નિર્ણાયક વળાંક" ગણાવ્યો છે. ફ્રાન્સનો આ પ્રયોગ મોટરવે પર ડાયનામિક ચાર્જિંગનું પરીક્ષણ કરનારો વિશ્વનો પ્રથમ પ્રયોગ છે.

વૈશ્વિક પ્રયોગો અને ભવિષ્યના ફાયદા (Future of EV Roads)

ફ્રાન્સનો આ પાઇલટ પ્રોજેક્ટ (Pilot Project France) વિશ્વભરના દેશો માટે માર્ગદર્શક બન્યો છે. જર્મની, ઇટાલી, સ્વીડન, અમેરિકા અને ચીન જેવા અન્ય દેશો પણ આ ઇલેક્ટ્રિક રોડ સિસ્ટમ (Electric Road System)ની ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહ્યા છે.

આ પ્રણાલીના ફાયદાઓ (Advantages of Dynamic EV Charging)

  • નાની બેટરીના ઉપયોગથી લિથિયમ જેવા આયાતી ખનીજો પરની નિર્ભરતા ઘટશે.
  • લોજિસ્ટિક્સ સેક્ટરમાં ઇલેક્ટ્રિફિકેશનની કિંમત ઓછી થશે.
  • એકંદરે EVના ઉપયોગને પ્રોત્સાહન મળશે.
  • આ 1.5 કિલોમીટરનો સેગમેન્ટ માત્ર શરૂઆત છે, જે ભવિષ્યમાં હજારો કિલોમીટરના રસ્તાઓ માટેનો રોડમેપ તૈયાર કરશે.

આ પણ વાંચો : દુનિયાના પહેલા AI મંત્રી ડિએલા પ્રેગ્નેન્ટ, 83 સંતાનોની માતા બનશે, PM ની જાહેરાત

Tags :
Advertisement

.

×