Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Google: 2025માં ગૂગલની મુશ્કેલીઓ વધશે, સુંદર પિચાઈએ આપ્યા સંકેત

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ વધ્યું  ટેન્શન પોતાના કર્મચારીઓને આપી ચેતવણી વર્ષ 2025ની મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી   Google 2025 Challenges:ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ(Sundar Pichai)એ પોતાના કર્મચારીઓને આવનારા વર્ષની પરેશાનીઓ વિશે મીટિંગમાં ચેતવણી આપી હતી. વર્ષ 2025માં ગૂગલ પર...
google  2025માં ગૂગલની મુશ્કેલીઓ વધશે  સુંદર પિચાઈએ આપ્યા સંકેત
Advertisement
  • ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ વધ્યું  ટેન્શન
  • પોતાના કર્મચારીઓને આપી ચેતવણી
  • વર્ષ 2025ની મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી

Google 2025 Challenges:ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ(Sundar Pichai)એ પોતાના કર્મચારીઓને આવનારા વર્ષની પરેશાનીઓ વિશે મીટિંગમાં ચેતવણી આપી હતી. વર્ષ 2025માં ગૂગલ પર નવા અપડેટ્સ અને ઇનોવેશન્સ જોવા મળશે કે નહીં? AIને લઈને કંઈ નવું પ્રકાશમાં આવશે કે નહીં? આ વિશે સંપૂર્ણ વિગતો વાંચો.

Advertisement

સમગ્ર વિશ્વ નવા વર્ષ માટે ઉત્સાહિત છે

વર્ષ 2024 સમાપ્ત થવામાં હજુ એક દિવસ બાકી છે. સમગ્ર વિશ્વ નવા વર્ષ માટે ઉત્સાહિત છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ તેમની કંપનીના કર્મચારીઓ સાથે આગામી વર્ષ 2025ની મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે નવું વર્ષ ઘણી બાબતોમાં મહત્વપૂર્ણ રહેવાનું છે. તેમણે પોતાના કર્મચારીઓને કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની વધતી જતી સ્પર્ધા અને અન્ય પડકારોનો સામનો કરવા માટે તેમને સખત મહેનત કરવી પડશે.

Advertisement

સુંદર પિચાઈની મીટિંગમાં આ બાબતો પર ફોકસ રહ્યું

સુંદર પિચાઈ કંપનીની વ્યૂહરચના બેઠકનો એક ભાગ હતા. આ મીટિંગમાં સુંદર પિચાઈએ નવા વર્ષ અને પડકારો વિશે વાત કરી. તેમણે કહ્યું કે મને લાગે છે કે વર્ષ 2025 મહત્વપૂર્ણ રહેશે. નવા વર્ષમાં પરિવર્તનની તકો છે, વર્ષ 2025માં નવી ટેકનોલોજી પર કામ કરવાની જરૂર છે. તેમાં વધુ સુધારો કરવા અને યુઝર્સની સમસ્યાઓના નિરાકરણ પર ધ્યાન આપવાની જરૂર છે.

આ પણ  વાંચો -આ કંપનીએ બનાવ્યો હતો વિશ્વનો પહેલો મોબાઈલ, જાણો રસપ્રદ કહાની

Gemini AI પર Googleએ શું વિગતો જણાવી?

ગૂગલ તેના જેમિની AI મોડલ અને એપ્લિકેશન પર લાંબા સમયથી કામ કરી રહ્યું છે. કંપની તેને વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. કંપનીનું માનવું છે કે Google ઉત્પાદનો દ્વારા 50 કરોડથી વધુ વપરાશકર્તાઓને Gemini AIનો લાભ મળશે. પિચાઈએ મીટિંગમાં એમ પણ કહ્યું કે આવતા વર્ષે અમારું સૌથી મોટું ફોકસ Geminiમાં નવા યુઝર્સને લાવવા પર રહેશે.

આ પણ  વાંચો -2025 માં લાગુ થનારા આ મહત્વપૂર્ણ ફેરફારો વિશે શું તમે જાણ્યું?

અન્ય સર્ચ એન્જીન તરફથી સખત સ્પર્ધા રહેશે

ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન હોઈ શકે છે, પરંતુ સમય સાથે સ્પર્ધકો બજારમાં પ્રવેશી રહ્યાં છે. હવે AI-સંચાલિત વિકલ્પો ઇન્ટરનેટ સ્પેસનો એક ભાગ બની રહ્યા છે. OpenAI તેના ChatGPT સર્ચ એન્જિન સાથે આવ્યું છે અને Perplexityએ પણ $500 મિલિયનનું ભંડોળ એકત્ર કર્યું છે. આવી સ્થિતિમાં ગૂગલ પર દબાણ આવી ગયું છે. ગૂગલ માટે તેની AI નવીનતાઓ પર કામ કરવું જરૂરી બની ગયું છે

Tags :
Advertisement

.

×