Google ની નવી AI બગ હન્ટર સિસ્ટમ, પ્રથમ પરીક્ષણમાં 20 મુખ્ય ખામીઓ શોધી કાઢી
- Google ની સિસ્ટમે તેના પ્રથમ પરીક્ષણમાં જ કેટલીક સુરક્ષા નબળાઈઓ જણાવી
- રિપોર્ટમાં લગભગ 20 વિવિધ ખામીઓ વિશે જણાવવામાં આવ્યું
- બિગ સ્લીપે લોકપ્રિય ઓપન સોર્સમાં 20 વિવિધ ખામીઓ રિપોર્ટ કરી
Google ની Big Sleep એ મોટી માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમે તેના પ્રથમ પરીક્ષણમાં જ કેટલીક સુરક્ષા નબળાઈઓ જણાવી છે. રિપોર્ટમાં લગભગ 20 વિવિધ ખામીઓ વિશે જણાવવામાં આવ્યું છે, જે ઓપન સોર્સ સોફ્ટવેરમાં છે. Google ના વાઈસ પ્રેસિડેન્ટ ઓફ સિક્યુરિટી હીથર એડકિન્સે ( Heather Adkins) સોમવારે X પ્લેટફોર્મ (જૂનું નામ Twitter) પર પોસ્ટ કર્યું અને જણાવ્યું કે LLM આધારિત નબળાઈ સંશોધક બિગ સ્લીપે લોકપ્રિય ઓપન સોર્સમાં 20 વિવિધ ખામીઓ રિપોર્ટ કરી છે.
ગુગલની આ બે ટીમોએ સાથે મળીને તેને તૈયાર કર્યું છે
એડકિન્સે (Adkins) વધુમાં જણાવ્યું કે બિગ સ્લીપ (Big Sleep ) કંપનીના AI વિભાગ ડીપમાઇન્ડ (DeepMind) દ્વારા તેની હેકર્સ એલિટ ટીમ પ્રોજેક્ટ ઝીરો (Project Zero) સાથે મળીને વિકસાવવામાં આવી છે. મોટાભાગના ઓપન સોર્સ, જેમાં નબળાઈઓ મળી આવી છે, તે ઓડિયો અને વીડિયો લાઇબ્રેરી FFmpeg અને ઇમેજ-એડિટિંગ સ્યુટ ImageMagick ની અંદર છે.
Google ઓફિસરે પોસ્ટ કર્યું
Today as part of our commitment to transparency in this space, we are proud to announce that we have reported the first 20 vulnerabilities discovered using our AI-based "Big Sleep" system powered by Gemini — https://t.co/0sgPlazqaq
— Heather Adkins - Ꜻ - Spes consilium non est (@argvee) August 4, 2025
જોકે, અમને હજુ સુધી માહિતી મળી નથી કે આ નબળાઈઓ સુધારાઈ છે કે નહીં. આ નબળાઈઓથી શું નુકસાન થઈ રહ્યું હતું તે પણ જાણી શકાયું નથી. પરંતુ એ વાત ચોક્કસ જાણીતી છે કે ગૂગલ (Google) નું બિગ સ્લીપ ( Big Sleep) ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે.
Google ના રોયલ હેન્સને (Royal Hansen) પોસ્ટ કર્યું
Excited for my son to watch this!https://t.co/LXa5MdN9p3
— Royal Hansen (@royalhansen) August 4, 2025
ગુગલ (Google) ના એન્જિનિયરિંગ સેક્શનના વાઇસ પ્રેસિડેન્ટ રોયલ હેન્સને (Royal Hansen) X પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે કે અમારા એજન્ટે ઘણી નબળાઈઓ શોધી કાઢી છે. તેમણે તેમની પોસ્ટમાં આ બધી નબળાઈઓ વિશે માહિતી પણ આપી છે. તમે લિંક પર ક્લિક કરીને નબળાઈઓની યાદી પણ જોઈ શકો છો.
આ પણ વાંચો: AI એ બોલીવુડ ફિલ્મનો ક્લાઈમેક્સ બદલી નાખ્યો, અસલી-નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ


