Google નું India માં મોટું એક્શન, 6 કરોડ એપ્સ ઇન્સ્ટોલેશન કર્યા બ્લોક, જાણો મામલો
- Google નું India માં મોટું એક્શન
- 6 કરોડ એપ્સ ઇન્સ્ટોલેશન કર્યા બ્લોક
- Google play એ 4.1 કરોડ સ્કેમ ટ્રાન્ઝીક્શન અલર્ટ
Google cybersecurity : સાયબર ફ્રોડથી બચાવવા માટે Googleએ વર્ષ 2023માં Digikavach લોન્ચ કર્યુ હતુ. કંપનીએ જણાવ્યુ છે કે ઓનલાઇન સુરક્ષા જાળવા માટે તેઓએ ગયા વર્ષે એક કામગીરી કરી હતી. જેના કારણે ઓનલાઇન ફ્રોડ રોકવામાં મોટી સફળતા મળી છે. Googleનું સેફ્ટી ચાર્ટર, ઓનલાઇન ફ્રોડ, સાઇબર સિક્યોરિટી અને રિસ્પોન્સિબલ AI ડેવલપમેન્ટને સંબોધિત કરશે. કંપનીએ જણાવ્યુ છે કે, Digikavach હેઠળ 6 કરોડ હાઇ રિસ્ક એપ્સ ઇન્સ્ટોલેશન બ્લોક કરવામાં આવ્યા છે. આ સિવાય Google playએ 4.1 કરોડ સ્કેમ ટ્રાન્ઝીક્શન અલર્ટ જાહેર કર્યા છે.
13 હજાર કરોડના ફ્રોડ અટકાવ્યા
વર્ષ 2024માં Google Payએ 13 હજાર કરોડ રુપિયાના ફ્રોડ અટકાવવામાં મદદ કરી છે. Gmail અને Google Messageએ સેકડો સ્પૈમ ઇમેઇલ અને સ્કેમ ટેકસ્ટને પણ દર મહિને બ્લોક કર્યા છે. આ સ્કેમ અને સ્પૈમને રોકવા માટે Googleએ ઓનલાઇન ડિવાઇસ AIનો ઉપયોગ કર્યો છે. આ મામલે Google Indiaની કંટ્રી મેનેજર પ્રીતિ લોબાનાએ જણાવ્યુ છે કે, વિકસિત ભારત બનાવવા માટે અમારે ઇન્ટરનેટ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિશ્વાસપાત્ર બનાવવું પડશે. અને તેને કાયમ રાખવું પડશે. AI સિસ્ટમ સતત અપડેટ થઇ રહ્યુ છે. જેના કારણે ઓનલાઇન ફ્રોડ રોકી શકાય છે. ગૂગલ સાઇબર સિક્યોરિટી કૈપેસિટીને એક્સપૈંડ કરવા માટે 2 કરોડ ડૉલરનું રોકાણ કરવામાં આવશે. Google.orgના માધ્યમથી The Asia Foundationમાં રોકાણ કરવામાં આવશે. આ ફાઉન્ડેશન 10થી વધુ નવા સાઇબર ક્લિનિક એશિયા પૈસિફિકમાં ફંડ આપશે. તો આ સાથે IIT મદ્રાસ જોડે પણ ગૂગલ પોસ્ટ ક્રાંટમ ક્રિપ્ટોગ્રાફી પર કામ કરશે.
આ પણ વાંચો -iPhone 17 સાથે ડોનાલ્ડ ટ્રમ્પની સીધી સ્પર્ધા, ભારતમાં ટ્રમ્પ મોબાઇલ લોન્ચ થશે?
DigiKavach શું છે ?
Digital + Kavach આ બન્ને શબ્દો મળીને DigiKavach બનાવવામાં આવ્યુ છે. ઓનલાઇન ફ્રોડ, સ્કેમ સામે રક્ષા આપવા માટે DigiKavachનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ એક અર્લી થ્રેટ ડિટેક્શન અને વોર્નિંગ સિસ્ટમ છે. જે ગૂગલ યુઝર્સને ભારતમાં સાયબર ગુનાઓથી બચાવે છે.


